Site icon Gujarat Mirror

900 ગોલ ફટકારી મેસીએ રોનાલ્ડોની બરાબરી કરી

ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન કેપ્ટન અને પ્રતિષ્ઠિત બલોં ડિઑર પુરસ્કાર આઠ વખત જીતી ચૂકેલો આર્જેન્ટિનાનો Lionel Messi કરીઅરમાં 900મા ગોલની સિદ્ધિ હાંસલ કરનાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પછીનો બીજો ફૂટબોલર બન્યો છે અને નવાઈની વાત એ છે કે મેસીએ (આંતરરાષ્ટ્રીય તથા ક્લબ ફૂટબોલમાં) કુલ 900 ગોલ ની ઉપલબ્ધિ રોનાલ્ડો કરતાં ઓછી ઉંમરે અને તેનાથી 100 ઓછી મેચમાં મેળવી છે.

કોન્કેકેફ ચેમ્પિયન્સ કપમાં નેશવિલ સામેની મેચમાં ઇન્ટર માયામીના મેસીએ શરૂૂઆતમાં જ (સાતમી મિનિટમાં) ગોલ કરીને પોતાના કુલ ગોલની સંખ્યાને 900 ઉપર પહોંચાડી હતી. તે અમેરિકાની મેજર લીગ સોકર ટૂર્નામેન્ટમાં સતત બીજા વર્ષે મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર નો અવોર્ડ જીત્યો છે. રોનાલ્ડો 41 વર્ષનો છે. આખી કરીઅરમાં તેણે કુલ 965 ગોલ કર્યા છે. તેણે 900મો ગોલ 2024ની સાલમાં 39 વર્ષની ઉંમરે કર્યો હતો. મેસી 38 વર્ષનો છે અને તેણે રોનાલ્ડો કરતાં નાની ઉંમરે 900મા ગોલની સિદ્ધિ મેળવી છે.

Exit mobile version