Site icon Gujarat Mirror

મહારાષ્ટ્ર-છત્તીસગઢમાં પારો 45 ડિગ્રીએ, 7 રાજ્યોમાં ભીષણ હીટવેવની આગાહી

ઉત્તરપ્રદેશ-રાજસ્થાન-મધ્યપ્રદેશ-પંજાબ-હરિયાણા-ચંદીગઢ-ઓડીશા પણ ઝપેટમાં આવશે; ઓડીશામાં સ્કૂલોમાં રજા જાહેર

હવામાન વિભાગે ભારતના અનેક ભાગોમાં હીટવેવ એલર્ટ જારી કર્યું છે. આગામી દિવસોમાં, દેશના વિવિધ પ્રદેશોમાં તીવ્ર ગરમીની સ્થિતિ રહેવાની ધારણા છે. દિલ્હીમાં પણ તાપમાન વધવાની શક્યતા છે.
વધુમાં, પૂર્વી ઉત્તરપ્રદેશ, પૂર્વી રાજસ્થાન અને પૂર્વી મધ્યપ્રદેશમાં 20 અને 21 એપ્રિલે હીટવેવની સ્થિતિ બનવાની શક્યતા છે. વધુમાં, હવામાન વિભાગે ઝારખંડ માટે 22 એપ્રિલ સુધી અને પશ્ચિમી ઉત્તરપ્રદેશ માટે 23 એપ્રિલ સુધી હીટવેવ એલર્ટ જારી કર્યું છે. દરમિયાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઓડિશામાં હીટવેવની શક્યતા યથાવત છે.

ભારત હવામાન વિભાગ (IMD) અનુસાર, 20 એપ્રિલે દિલ્હી-NCR ક્ષેત્રમાં મહત્તમ તાપમાન 39ઓઈ થી 41ઓઈ ની વચ્ચે રહેવાની ધારણા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 20ઓઈ થી 22ઓઈ ની વચ્ચે રહેવાની ધારણા છે. મોટાભાગના પ્રદેશોમાં, લઘુત્તમ તાપમાન સામાન્ય સ્તરની આસપાસ રહેવાની ધારણા છે, જ્યારે મહત્તમ તાપમાન સામાન્યથી ઉપર નોંધાઈ શકે છે. આગામી દિવસોમાં પણ ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નથી; દિલ્હી-NCR ક્ષેત્રમાં, મહત્તમ તાપમાન 40ઓઈ થી 42ઓઈ ની વચ્ચે રહેવાની શક્યતા છે. દેશના ઉત્તર-પશ્ચિમ રાજ્યો અને મધ્ય ભારતમાં ભીષણ ગરમીનો દોર શરૂૂ થઈ ગયો છે. શનિવારે છત્તીસગઢના રાજનાંદગાંવ અને મહારાષ્ટ્રના વર્ધામાં તાપમાન 45ઓઈ નોંધાયું.

શનિવારે દેશના 10 સૌથી ગરમ શહેરોમાં યુપીનું બાંદા 44.6, તેલંગાણાનું આદિલાબાદ 44.3, મહારાષ્ટ્રના નાગપુર-અમરાવતી 44.2 અને મધ્ય પ્રદેશનું રતલામ 44ઓઈ પણ સામેલ હતું. રાજસ્થાન, યુપી, મધ્ય પ્રદેશ, ઓડિશા, તેલંગાણા અને છત્તીસગઢના ઘણા શહેરોમાં તાપમાન 43ઓઈ થી વધુ રહ્યું. એટલે કે મે મહિના પહેલા જ તાપમાનમાં જબરદસ્ત વધારો થઈ ગયો છે. હવામાન વિભાગે આજે છત્તીસગઢ, ઓડિશા અને ઝારખંડમાં આજે રાત્રે પણ લૂનું એલર્ટ જાહેર કર્યું છે. ખરેખર આ રાજ્યોમાં સતત ત્રીજા દિવસે પારો 40ઓઈ થી વધુ છે. ઝારખંડના રાંચીમાં પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે કુલર લગાવવામાં આવ્યા છે. ઓડિશાના 9 જિલ્લાની શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.

Exit mobile version