ચોટીલામાં રખડતા પશુઓનો આતંક: નાગરિકોમાં રોષ

સાધન આવ્યા પરંતુ સ્ટાફ ભરવા અંગે પાલિકાને નિર્ણય કરવાનો સમય નથી! યાત્રાધામ ચોટીલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓ અને ખૂટીયાઓનો ત્રાસ દિવસેને દિવસે વધતો…

સાધન આવ્યા પરંતુ સ્ટાફ ભરવા અંગે પાલિકાને નિર્ણય કરવાનો સમય નથી!

યાત્રાધામ ચોટીલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓ અને ખૂટીયાઓનો ત્રાસ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવા પશુઓના બાખડવાના બનાવો સતત બની રહ્યા હોવાથી અનેક નાગરિકો ગંભીર ઈજાઓનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. વધતી જતી આ સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.

તાજેતરમાં એક ઇજાગ્રસ્ત નાગરિકના પરિવારે ચોટીલા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી શહેરમાંથી રખડતા પશુઓનો કાયમી નિકાલ લાવવા માંગણી કરી હતી. રજૂઆત દરમિયાન પાલિકા તંત્ર અને અરજદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થયેલ છે. જેમા ચીફ ઓફિસર દ્વારા ઠીકરૂૂ લોકલ બોડી ઉપર ફોડવામાં આવેલ છે સાધનો આવ્યાં પરંતું પકડવા માટે ક્વોલીફાઇડ માણસો રાખવાનો નિર્ણય બોડીએ કરવાનો હોય મારા હાથની વાત નથી તેમ કહી અરજદારને ઘસકાવતા કેમેરામાં કેદ થયેલ છે.

સ્થાનિકોનું કહેવું છે કે સરકાર દ્વારા રખડતા પશુઓને પકડવા માટે ખાસ વાહનની ફાળવણી કરવામાં આવી હોવા છતાં જરૂૂરી કર્મચારીઓની નિમણૂક અને અસરકારક કામગીરીના અભાવે આ વાહન માત્ર શોભાના ગાંઠિયા સમાન બની પાલિકાના પરિસરમાં ધૂળ ખાઈ રહ્યું છે. પરિણામે શહેરવાસીઓને રોજિંદા જોખમ વચ્ચે અવરજવર કરવાની ફરજ પડી રહી છે.

શહેરના આગેવાનો અને જાગૃત નાગરિકોએ આ પ્રશ્નને તાત્કાલિક પ્રાધાન્ય આપી રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ શરૂૂ કરવા, પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરવા તેમજ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ ઉઠાવી છે. નાગરિકોએ ચેતવણી આપી છે કે જો પાલિકા તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે ત્વરિત અને અસરકારક પગલાં નહીં ભરવામાં આવે તો જનતા ના છૂટકે આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.