Site icon Gujarat Mirror

વડિયા ગ્રામ પંચાયતનો સદસ્ય કેન ભરીને દારૂ વેચતો ઝડપાયો

અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના વડિયા ગ્રામપંચાયત ના સદસ્ય મહેશ નારણભાઇ ધામેચા કે જેઓ વડિયા ગ્રામપંચાયત ના વર્તમાન સદસ્ય છે. જે વડિયાના કૃષ્ણપરા વિસ્તાર મ રહેણાંક મકાન પાસે આવેલી કેબીન પાસે દેશી દારૂૂ રાખી વેંચતા હોવાની બાતમી અમરેલી એલસીબી ટીમ વડિયા વિસ્તાર મા પેટ્રોલિંગ મા હતી ત્યારે મળતા તેમને સ્થળ તપાસ કરતા આ શખ્સ બાતમીની જગ્યાએ દેશી દારૂૂનું કેન ભરી વેચતો હોવાનુ સામે આવતા તેમની સામે વડિયા પોલીસમાં પાસ પરમીટ વગર દારૂૂના વેચાણ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વડિયા વિસ્તાર મા થોડા સમયથી બનતી સમગ્ર ઘટનાઓમા ઇન્ચાર્જ મા ચાલતા તંત્ર,ભાજપ નેતાઓના આશીર્વાદથી પોલીસની મીઠી નજર નીચે બેફામ ગેરકાનૂની પ્રવુતિઓ પ્રવુતિઓ, દારૂૂના હાટડા અને દાદાગીરી ચરમ સીમા પર જતી જોવા મળી રહી છે.

ભાજપ પ્રેરિત લોકોને જાણે કાળા કામ કરવાનો પીળો પરવાનો આપવામાં આવ્યો હોય તેમ દારૂૂ ના હાટડા, દાદાગીરી વડિયા પોલીસ ને ક્યાંય દેખાતી નથી અમરેલી થી આવેલી એલસીબી ને તુરંત મળી જાય છે ત્યારે વડિયા પોલીસના પેઢી ગયેલા કર્મચારીઓની કામગીરી સામે અનેક સવાલો જાણે રોજ ઉભા થતા જોવા મળી રહ્યા છે. આ વા પેઢી ગયેલા કર્મચારી ઓને રાજકીય આશીર્વાદ હોવાથી સમગ્ર વડિયા વિસ્તાર ભાજપ ના ગુંડાઓ માટે જાણે આશીર્વાદ સમાન બની ચુક્યો હોય તેવુ લોકો મા ચર્ચાતું જોવા મળી રહ્યું છે.

Exit mobile version