બુધવારથી મેઘરાજાની ફરી ધમાકેદાર એન્ટ્રી: અંબાલાલ

ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં…

ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં 5 ઓગસ્ટથી વરસાદની ગતિવિધિ ફરી સક્રિય બનવાની શક્યતા છે, જ્યારે 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આ આગાહી બાદ ખેડૂતો સહિત સામાન્ય લોકોમાં ફરી વરસાદને લઈને ચર્ચા શરૂૂ થઈ છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાતી હવામાન પ્રણાલીઓના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ ફરી મજબૂત બની શકે છે. ખાસ કરીને રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે કૃષિ ક્ષેત્રને પણ રાહત મળી શકે છે.

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધુ વધી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. જો આ આગાહી સાચી સાબિત થાય તો જળાશયો અને ડેમોમાં પાણીની આવકમાં વધારો થવાની સંભાવના છે. ખેડૂતો માટે પણ આ સમયગાળો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચોમાસાની સિઝનમાં પાકના વિકાસ માટે સમયસર વરસાદ જરૂૂરી હોય છે. કપાસ, મગફળી, સોયાબીન, મકાઈ અને અન્ય ખરીફ પાક માટે આગામી વરસાદ લાભદાયી બની શકે છે. જોકે સતત ભારે વરસાદ થાય તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ પાકને નુકસાન થવાની શક્યતા પણ નકારી શકાય નહીં.