ગુજરાત
વાંકાનેર નજીક બનનાર શ્રી રામધામ ખાતે રઘુવંશી સમાજના અગ્રણીઓની આવતીકાલે બેઠક
ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષ સ્થાને યોજાશે બેઠક : રઘુવંશીઓને હાજર રહેવા હાકલ
વાંકાનેર-ચોટીલા બાઉન્ટ્રી પાસે નિર્માણધીન રામધામ જાલીડા ખાતે આવતી કાલે તા. 10ને રવિવારના રોજ સાંજે ચાર કલાકે શ્રી રામધામના સ્વપ્ન દ્રષ્ટા અને લોકલાડિલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષ સ્થાને એક અગત્યની મીટીંગનું આયોજન કરવામાં આવેલું છે. તો સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતના તમામ રઘુવંશી પરિવારોએ સહ પરિવાર સાથે ઉપસ્થિત રહેવા હાકલ કરી છે.
આ મીટીંગમાં રામધામની પાવનભૂમિ પર ઋષિ મુનિઓએ જ્યાં તપસ્યા કરી હતી તેવું રામેશ્ર્વર મહાદેવનું 400 વર્ષ પુરાણુ મંદિર હતુ તેજ સ્થળે તાજેતરમાં બે કરોડના ખર્ચે નવીનીકરણ કરમાં આવતા ત્યાં રામેશ્ર્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા, આગામી દિવસોમાં સમસ્ત રઘુવંશી પરિવારો માટે સ્નેહ મિલન, રામધામ નિમાર્ર્ણનું ખાત મુહુર્ત સહિતની ચર્ચા વિચારણા માટે તા. 10ને રવિવારે સાંજે 4 કલાકે તમામ રઘુવંશી પરિવારો અચુક ઉપસ્થિત રહેવા શ્રી રામધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ અખબાર યાદીમાં જણાવેલ છે.