Site icon Gujarat Mirror

જન્મદિને જ 59મો ગોલ ફટકારી રોનાલ્ડોની બરાબરી કરતો એમ્બાપ્પે

ફ્રાન્સના ટોચના ફૂટબોલર કીલિયાન ઍમ્બપ્પેએ 2025ના વર્ષમાં રિયલ મેડ્રિડ વતી શનિવારે 59મો ગોલ કર્યો એ સાથે તેણે તેના જ હીરો ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના વર્ષો જૂના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી.

રોનાલ્ડો અગાઉ રિયલ મેડ્રિડ વતી 2009થી 2018 દરમ્યાન પ્રોફેશનલ ફૂટબોલ રમ્યો હતો અને ત્યારે તેણે 2013ના વર્ષમાં આ ક્લબની ટીમ વતી 59 ગોલ કર્યા હતા જે વિક્રમ ક્લબના એક ખેલાડીના એક વર્ષના કુલ ગોલની રેકોર્ડ-બુકમાં 12 વર્ષ સુધી અતૂટ રહ્યો હતો.

ઍમ્બપ્પેનો શનિવારે 27મો જન્મદિન હતો અને એ જ દિવસે તેણે તેના સૌથી પ્રિય ખેલાડીના આ વિક્રમની બરાબરી કરી હતી. તેણે આ સિદ્ધિ મેડ્રિડમાં સ્પેનિશ કપની સેવિલ સામેની મેચમાં મેળવી હતી.
ઍમ્બપ્પેએ 59મો ગોલ કરવાની સાથે રોનાલ્ડો જેવી ઍક્શનથી ગોલ સેલિબે્રટ કર્યો હતો. રોનાલ્ડોએ રિયલ મેડ્રિડ વતી કુલ 311 ગોલ કર્યા હતા. ઍમ્બપ્પેએ મેચ પછી કહ્યું, ‘ મારા હીરો રોનાલ્ડોના જ વિક્રમની બરાબરી કરવાનું મને સૌભાગ્ય મળ્યું. તેણે મને મેડ્રિડ ક્લબની ટીમની બાબતમાં હંમેશાં બહુ સારી સલાહ આપી છે.

Exit mobile version