ખૂંખાર સિંહણમાં જાગી મમતા, શિકારને મોઢામાં ઊંચકી મારી લટાર

જૂનાગઢ ગીરનું જંગલ એટલે સિંહોની ભૂમિ અને શિકારની રોમાંચક દુનિયા, પરંતુ ક્યારેક કુદરત એવા અદભુત દૃશ્યો સર્જે છે કે જે જંગલના રાજા ગણાતા સિંહોની અલગ…

જૂનાગઢ ગીરનું જંગલ એટલે સિંહોની ભૂમિ અને શિકારની રોમાંચક દુનિયા, પરંતુ ક્યારેક કુદરત એવા અદભુત દૃશ્યો સર્જે છે કે જે જંગલના રાજા ગણાતા સિંહોની અલગ જ છબી રજૂ કરે છે. સાસણ ગીરના રૂૂટ નંબર-13માં આવી જ એક આશ્ચર્યજનક ઘટના જોવા મળી હતી. અહીં એક સિંહણે હરણના માસૂમ બચ્ચાને પોતાના મોઢામાં ઊંચકી લીધું હતું, પરંતુ સામાન્ય રીતે શિકારની વૃત્તિ ધરાવતી સિંહણે બચ્ચાનો શિકાર કરવાને બદલે તેને હેમખેમ છોડી દીધું હતું.

ગીરના જંગલમાં સર્જાયેલા આ અનોખા દૃશ્યમાં સિંહણ હરણના બચ્ચાને મોઢામાં પકડીને ફરતી જોવા મળી હતી. સિંહણની નજીક મોતનો ભય હોવા છતાં હરણનું બચ્ચું સહીસલામત રહ્યું હતું. સિંહણે બચ્ચાને કોઈ નુકસાન પહોંચાડ્યું નહોતું અને અંતે તેને છોડી દીધું હતું. સામાન્ય રીતે સિંહણને જંગલમાં શિકાર કરતી જોવામાં આવે છે, ત્યારે આ ઘટનામાં તેનું અલગ જ વર્તન જોવા મળતાં વન્યજીવપ્રેમીઓમાં કુતૂહલ સર્જાયું છે.