રાજકોટ જીલ્લાના જસદણ અને ગોંડલના સડક પીપળીયામાં રાજકોટ ગ્રામ્ય પોલીસે દરોડા પાડી રૂૂ.37.33 લાખનો ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. જસદણના ભડલી ગામે ગાંજાનું વાવતેર પકડાયું હતું જયારે સડક પીપળીયામાં 23 હજારના ગાંજા સાતે પરપ્રાંતીય શખ્સની ધરપકડ કરી છે.
મળતી વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય એસઓજી પોલીસને નશીલા પદાર્થો વિરૂૂદ્ધના અભિયાનમાં મોટી સફળતા મળી છે. જસદણ તાલુકાના ભડલી ગામમાં વાડીમાં છૂપી રીતે કરેલા ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે. એસઓજીએ રૂૂ.37 લાખનો ગાંજાનો જથ્થો જપ્ત કરી ખેતી કરનાર ખેડૂતની ધરપકડ કરી છે. ભડલી ગામની સીમમાં રહેતા રમેશ જાદવ નામના શખ્સે પોતાની વાડીમાં અન્ય પાકોની વચ્ચે નશીલા પદાર્થ ગાંજાનું વાવેતર કર્યું હોવાની ચોક્કસ બાતમી રાજકોટ ગ્રામ્ય એસઓજી (જઘૠ) ટીમને મળી હતી. બાતમીના આધારે પોલીસે રેડ કરતા વાડીમાંથી 74 કિલો ગાંજાના લીલાછમ છોડ મળી આવ્યા હતા.
બીજા દરોડામાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના સડક પીપળીયા ગામ પાસેથી માદક-પદાર્થ ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતીય શખ્સની એસ.ઓ.જીએ ધરપકડ કરી.હતી. સકડ પીપળીયા ગામ પાસે નેશનલ હાઇવે પુલ નીચે રાજકિશોર સુશીલદાસ કુમાર (રહે-હાલ કેલીસ્ટો ટેકનોકાસ્ટ પ્રા.લી સૈકડપીપળીયા તા-ગોંડલ) પાસેથી રૂૂ.23 હજારની કીમતનો 464 ગ્રામ ગાંજો કબજે કર્યો હતો.
આ ગાંજા પ્રકરણમાં ભાગલપુર બિહારના કુંદનકુમારનું નામ પણ ખુલ્યું હતું જેની શોધખોળ શરુ કરવામાં આવી છે. રાજકોટ રેંજ આઈજી નિર્લોપ્ત રાય ,જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર ની સુચનાથી એસ.ઓ.જી. શાખાના પી.આઈ એફ.એ.પારગી,પીએસઆઈ જી.જે.ઝાલા તથા વિપુલભાઈ ગુજરાતી,રૂૂપકભાઈ બોહરા , ક્રીપાલસીંહ જાડેજા , મયુરભાઈ વિરડા , નૈમિષભાઇ મહેતા, રણજીતભાઇ ધાધલ, વિપુલભાઈ ગોહિલ, પૃથ્વીરાજસિંહ ડોડીયા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

