ઘણા ભારતીયોએ પોતાના જીવ ગુમાવ્યા,G-7માં ટ્રમ્પ સમક્ષ ખલાસીઓનો મુદ્દો ઉઠાવતા મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G-7 સમિટમાં ઓમાનના અખાતમાં યુએસ લશ્કરી હુમલાને કારણે ત્રણ ભારતીય ખલાસીઓના મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત G-7 નેતાઓની બેઠકને…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G-7 સમિટમાં ઓમાનના અખાતમાં યુએસ લશ્કરી હુમલાને કારણે ત્રણ ભારતીય ખલાસીઓના મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત G-7 નેતાઓની બેઠકને સંબોધતા, પીએમ મોદીએ જણાવ્યું હતું કે બધા દેશોએ ખાતરી કરવી જોઈએ કે દરિયાઈ માર્ગો સુરક્ષિત રહે અને ખલાસીઓ ભય વિના તેમની ફરજો બજાવી શકે. G-7 સમિટના આઉટરીચ સત્રને સંબોધન કરતી વખતે, પ્રધાનમંત્રીએ નોંધ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ વેપારમાં વિક્ષેપોએ વૈશ્વિક અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યું છે અને તેના પરિણામે અનેક ભારતીય નાગરિકોના જીવ ગયા છે.

તેમણે યુએસ રાષ્ટ્રપતિ સાથેની તેમની દ્વિપક્ષીય વાટાઘાટોના એક દિવસ પહેલા આ મુદ્દો ઉઠાવ્યો. આ સત્ર ’નવી ભાગીદારી બનાવવી અને આંતરરાષ્ટ્રીય એકતાનું પુનર્નિર્માણ’ ની થીમ હેઠળ યોજાયું હતું. તેમના સંબોધનમાં, પીએમ મોદીએ કહ્યું, “અમે પશ્ચિમ એશિયામાં શાંતિ પ્રયાસોમાં થયેલી પ્રગતિનું સ્વાગત કરીએ છીએ. આ સંઘર્ષથી પ્રદેશમાં અમારા મિત્ર રાષ્ટ્રોમાં જાનમાલનું નુકસાન થયું છે.

વડાપ્રધાનએ જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ વેપારમાં વિક્ષેપોએ વૈશ્વિક અર્થતંત્રને અસર કરી છે. તેમણે કહ્યું, “વૈશ્વિક દરિયાઈ વેપાર દ્વારા તમામ રાષ્ટ્રોને જોડતા નાવિકોની સલામતી સુનિશ્ચિત કરવાની જવાબદારી આપણી છે.

આપણે ખાતરી કરવી જોઈએ કે દરિયાઈ માર્ગો સુરક્ષિત રહે અને નાવિકો ભય વિના તેમની ફરજો બજાવી શકે.” પોતાના સંબોધનમાં, ભૂ-રાજકીય ઉથલપાથલ અને વિકાસની ચર્ચા કરતી વખતે, મોદીએ રાષ્ટ્રો વચ્ચે વિશ્વાસની જરૂૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે ટિપ્પણી કરી કે આજે, સૌથી મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સંપત્તિ ખનિજો, ટેકનોલોજી અથવા બજારો નથી, પરંતુ પરસ્પર વિશ્વાસ છે.