ભારતમાં એનર્જી ડ્રિંક પીતા લોકો માટે એક મહત્વપૂર્ણ બદલાવ થવા જઈ રહ્યો છે. જો તમે પેપ્સી સ્ટિંગ, રેડ બુલ, મોન્સ્ટર, કેમ્પા એનર્જી અથવા હેલ એનર્જી જેવા પીણાં ખરીદતા હો, તો હવે ટૂંક સમયમાં તેમની બોટલ પર ‘Energy Drink”‘ શબ્દ જોવા નહીં મળે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ આ તમામ કંપનીઓને તેમના ઉત્પાદનો પરથી ‘Energy Drink”‘ અથવા તેના જેવા દાવા દૂર કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય માત્ર લેબલ બદલવાનો નથી, પરંતુ ગ્રાહકોને આપવામાં આવતી માહિતી વધુ સ્પષ્ટ અને ભ્રામક દાવાઓથી મુક્ત રહે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ છે. FSSAIનું માનવું છે કે ગ્રાહકોને કોઈપણ ઉત્પાદન વિશે સાચી અને વૈજ્ઞાનિક માહિતી મળવી જોઈએ.
FSSAIના જણાવ્યા મુજબ હાલમાં ભારતમાં Energy Drink” માટે કોઈ સત્તાવાર ફૂડ કેટેગરી નક્કી કરવામાં આવી નથી. એટલે કે, કોઈપણ પીણાને ‘Energy Drink”‘ તરીકે રજૂ કરવું અથવા તે શરીરને તરત ઊર્જા આપે છે, થાક દૂર કરે છે અથવા માનસિક ક્ષમતા વધારવાનો દાવો કરે છે, તે નિયમોની દૃષ્ટિએ યોગ્ય નથી. અધિકારીઓનું કહેવું છે કે, આવા દાવાઓથી ગ્રાહકોમાં એવી માન્યતા ઊભી થઈ શકે છે કે આ પીણાં સામાન્ય સોફ્ટ ડ્રિંક્સ કરતાં વધુ આરોગ્યપ્રદ અથવા ફાયદાકારક છે, જ્યારે તે દરેક કિસ્સામાં સાબિત થતું નથી.
FSSAIના આ નિર્ણયની અસર દેશની અનેક જાણીતી બ્રાન્ડ્સ પર પડશે. તેમાં મુખ્યત્વે ઙયાતશ જશિંક્ષલ, છયમ ઇીહહ, ખજ્ઞક્ષતયિિં ઇયદયફિલયત, ઈફળાફ ઊક્ષયલિુ અને ઇંયહહ ઊક્ષયલિુ કંપનીઓનો સમાવેશ થાય છે. આ તમામ કંપનીઓએ હવે પોતાના ઉત્પાદનોના પેકેજિંગ લેબલિંગ અને માર્કેટિંગમાં જરૂૂરી ફેરફાર કરવા પડશે. એટલે કે, બોટલ અથવા કેન પર ‘Energy Drink”‘ શબ્દનો ઉપયોગ હવે કરી શકાશે નહીં.
અહેવાલો અનુસાર, શરૂૂઆતમાં કેટલીક કંપનીઓએ FSSAIના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમનું કહેવું હતું કે ‘Energy Drink”‘ શબ્દ તેમની બ્રાન્ડ ઓળખનો મહત્વપૂર્ણ ભાગ છે. જો આ શબ્દ દૂર કરવામાં આવશે તો ગ્રાહકોમાં ગૂંચવણ ઊભી થઈ શકે છે અને વેચાણ પર પણ અસર પડી શકે છે. તાજેતરમાં યોજાયેલી એક બંધ બારણે બેઠક દરમિયાન FSSAI એ કંપનીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો તેમને આ નિર્ણય સામે કોઈ કાનૂની વાંધો હોય તો તેઓ કોર્ટનો સંપર્ક કરી શકે છે. જોકે, બાદમાં ઉદ્યોગ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ મોટાભાગની કંપનીઓ નિયમોનું પાલન કરવા સંમત થઈ ગઈ હતી. FSSAI એ કંપનીઓને નવા નિયમો અમલમાં લાવવા અને નવા લેબલ તૈયાર કરવા માટે 90 દિવસનો સમય પણ આપ્યો છે.
