Site icon Gujarat Mirror

જામજોધપુરના સડોદરમાં ડોક્ટરની ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતો શખ્સ પકડાયો

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામમાંથી ડીગ્રી વગરના એક બોગસ તબીબને એસ.ઓ.જી. શાખાની ટુકડીએ ઝડપી લીધો છે, અને તેની પાસેથી જરૂૂરી દવાઓ અને સાધનો વગેરે કબજે કર્યા છે.

આ દરોડા ની વિગત એવી છે કે જામનગરની એસ ઓ જી શાખાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે જામજોધપુરના સડોદર ગામમાં ગ્રામ પંચાયત વાળી શેરીમાં સંજય દિનેશભાઈ ટીલાવત નામનો એક બોગસ તબીબ પોતાની પાસે કોઈપણ પ્રકારની મેડિકલ ડીગ્રી ન હોવા છતાં મેડિકલ પ્રેક્ટિસ કરીને ગરીબ દર્દીના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો છે, જે બાતમી ના આધારે ગઈકાલે એસ.ઓ.જી.ની ટુકડી એ દરોડો પાડયો હતો. પોલીસની ટીમેં તબિબ પાસેથી ડિગ્રી વગેરેની જાણકારી મેળવતાં પોતાની પાસે કોઈ ડિગ્રી ન હોવાનું જણાવ્યું હતું. જેથી એસ.ઓ.જી.ની ટીમ દ્વારા સંજય દિનેશભાઈ ટીલાવતની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેની પાસેથી દવાઓ તથા મેડિકલ પ્રેક્ટિસને લગતા સાધનો મળી રૂૂપિયા 5630 ની માલમતા કબજે કરી લીધી છે, જ્યારે તેની સામે શેઠ વડાળા પોલીસ મથકમાં મેડિકલ પ્રેક્ટિસનર્સ એક્ટ 1963 ની કલમ 30 હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.

Exit mobile version