Site icon Gujarat Mirror

લોધિકાના થોરડીમાંથી ચોરાઉ હોન્ડા સાથે શખ્સની ધરપકડ

લોધીકાના પી.આઇ. યુ.આર.ડામોરની રાહબરી હેઠળ લોધીકા પોલીસ ટીમ મિલ્કત વિરૂૂધ્ધના ગુનાઓ કરતા ગુનેગારોને શોધી પકડી પાડવા માટે પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન હ્યુમન સોર્સીસના આધારે એક ઇશમ થોરડી ગામથી લોધીકા તરફ શંકાસ્પદ મોસા લઈ આવતો હોય જે રોકી હોન્ડા નં. GJ-03-NM-3579 બાબતે કોઇ આધાર પુરાવા કે કોઇ કાગળો હોય તો પુછતાછ કરતા કાલંભડી ગામેથી ચોરી કરેલ હોવાનું જણાવાયું હતું.

પોલીસે બિશાનભાઇ દશરીયાભાઇ મંડોલી ઉવ 4ર ધંધો ખેત મજુરી હાલ રે નોંઘણચોરા જેનીલભાઇ સાવલીયાની વાડીએ તા-કોટડા સાગાણી જી.રાજકોટ મુળ રહે ભુરસાજાદ ફળીયુ કાંડા તા જોબટ જી.અલીરાજપુરની ધરપકડ કરી હતી. પી.આઇ. યુ.આર.ડામોર તથા પો.હેડ કોન્સ. ગણેશભાઈ કાટોડીયા તથા પો.હેડ.કોન્સ માવજીભાઈ ડાંગર તથા પો.હેડ.કોન્સ વાઘાભાઈ ત્રમટા તથા પો.કોન્સ અભયભાઈ રાઠોડ દ્વારા કામગીરી કરવામા આવેલ.

Exit mobile version