Site icon Gujarat Mirror

રાણપુર તાલુકાના બુબાવાવ ગામે 115 બોટલ દારૂ સાથે શખ્સ ઝડપાયો

બોટાદ જિલ્લા પોલીસ વડા(IPS)ધર્મેન્દ્ર શર્મા દ્વારા સમગ્ર જિલ્લામાં દારૂૂની બદી નાબૂદ કરવાની સુચના આપવામાં આવેલ હોય તે સૂચનાને લઈને DYSP મહર્ષિ રાવલ તેમજ બરવાળા વિભાગના DYSP ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસ સ્ટેશનના PI એસ.એ.પટેલ તેમજ પોલીસ સ્ટાફના મહાવીરસિંહ ચુડાસમા, દશરથભાઈ કમેજળીયા, લગધીરસિંહ ચુડાસમા, ગભરૂૂભાઈ સરૈયા,મનસુખભાઈ કમેજળીયા એ પેટ્રોલિંગ દરમ્યાન બાતમી ના આધારે રાણપુર તાલુકાના બુબાવાવ ગામેથી રહેણાકી મકાનમાંથી ભારતીય બનાવટની ઈંગ્લિશ દારૂૂની 180 એમએલ 115 બોટલ સાથે પોલીસે હેમુભાઈ પ્રભુભાઈ પાનસણીયા ને ઝડપી લઈ રૂૂ.9,200 નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે….

Exit mobile version