બિહારના વૈશાલીમાં મોટી દુર્ઘટના બની છે. વૈશાલીમાં ગંગા નદીમાં બોટ ઊંધી વળી ગઈ હતી. આ દુર્ઘટનામાં 13 બાળકોના મોત થયા છે. તમામની ઉંમર 6 થી 15 વર્ષની વચ્ચે બતાવવામાં આવી રહી છે. મૃતકોમાં 7 બાળકીઓ એક જ પરિવારની હતી.
દુર્ઘટના રાત્રે આશરે 8.30 વાગ્યે થઈ. જ્યારે 25 થી વધુ લોકો એક નાની હોડીમાં બેસીને નદી પાર કરીને શ્રાદ્ધના ભોજનમાં જઈ રહ્યા હતા.
#WATCH | Bihar | At least 11 dead after a boat capsized in the Raghopur Diara area of Vaishali district. Most of the deceased are minors who were traveling on the boat to attend the feast. District police officials and an SDRF team have been dispatched to conduct search… pic.twitter.com/wNrG6lcG6f
— ANI (@ANI) October 13, 2026
પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોમાં પિંકી કુમારી, અંકિતા કુમારી, સુનીતા કુમારી, આર્યન કુમાર, અલીશા કુમારી, સીકી કુમારી, ભોણૂ કુમારી અને મીરા કુમારી સામેલ છે.
વૈશાલીના જિલ્લા મેજિસ્ટ્રેટ વર્ષા સિંહે જણાવ્યું હતું કે મૃત્યુઆંક ૧૩ જ છે, કારણ કે અત્યાર સુધી અન્ય કોઈ મૃતદેહ મળી આવ્યા નથી. મૃત્યુ પામેલા તમામ બાળકો ૧૫ વર્ષથી ઓછી વયના હતા.
https://x.com/samrat4bjp/status/2110056607078076780
મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ મૃત્યુ પામેલા દરેક બાળકના પરિવારને ₹૪ લાખની સહાય (એક્સ-ગ્રેશિયા) આપવાની જાહેરાત કરી છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય સતીશ કુમાર યાદવ અને LJP (RV)ના MLC અશરફ અંસારી સહિતના અનેક રાજકીય નેતાઓએ અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. જયારે આ ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું. સરકારે મૃતકોના પરિવારો અને ઘાયલોને વળતરની જાહેરાત કરી હતી.
