ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર

  ગુજરાતમાં આ વર્ષે ઓછા વરસાદને પગલે ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલીઓ વધી છે. ત્યારે રાજ્ય સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. ગુજરાત સરકાર દ્વારકા,…

 

ગુજરાતમાં આ વર્ષે ઓછા વરસાદને પગલે ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલીઓ વધી છે. ત્યારે રાજ્ય સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. ગુજરાત સરકાર દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરને સરકારે દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય લીધો છે.

ગાંધીનગરમાં મીડિયા સાથે વાતચીત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે ગુજરાતમાં સરેરાશ 89 ટકા વરસાદ નોંધાયો છે. જોકે, કેટલાક જિલ્લાઓમાં વરસાદની ઘટને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સાથે જ મુખ્યમંત્રીએ ખેડૂતોને પાકના નુકસાન સામે આર્થિક સહાય આપવાની પણ જાહેરાત કરી છે. જે અંતર્ગત ખેડૂતોને પ્રતિ હેક્ટર 8,500 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે.