Skip to content

Gujarat Mirror

  • ગુજરાત
  • રાજકોટ
  • રાષ્ટ્રીય
  • ગુજરાત
  • સૌરાષ્ટ્ર
  • મોરબી
  • કચ્છ
  • રાજકોટ
  • રાષ્ટ્રીય
  • ક્રાઇમ
  • આંતરરાષ્ટ્રીય
  • Sports
  • મનોરંજન
  • રાજકોટ
  • E-Paper
  • રાષ્ટ્રીય
  • ક્રાઇમ
  • આંતરરાષ્ટ્રીય
  • Sports
  • મનોરંજન
  • ગુજરાત
  • સૌરાષ્ટ્ર
  • મોરબી
  • કચ્છ
  • રાજકોટ
  • રાષ્ટ્રીય
  • ક્રાઇમ
  • આંતરરાષ્ટ્રીય
  • Sports
  • મનોરંજન
  • ઈ પેપર
Home » national » major action in pm modis morphed video case fir against instagram facebook and meta india head
રાષ્ટ્રીય

PM મોદીના મોર્ફ વીડિયો મામલે મોટી કાર્યવાહી: ઇન્સ્ટાગ્રામ-ફેસબુક અને મેટા-ઈન્ડિયા હેડ પર FIR

  ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા પરીક્ષામાં ગેરરીતિઓ સામેના વિરોધ દરમિયાન સોશિયલ મીડિયા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ એડિટ કરાયેલા વાંધાજનક વીડિયોના મામલે હૈદરાબાદ…

Bhumika

July 31, 20265:33 am No Comments FIRindiaindia newsInstagram-Facebook - Metamorphed video casepm modi

 

‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા પરીક્ષામાં ગેરરીતિઓ સામેના વિરોધ દરમિયાન સોશિયલ મીડિયા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ એડિટ કરાયેલા વાંધાજનક વીડિયોના મામલે હૈદરાબાદ સાયબર ક્રાઇમ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ મામલે FIR નોંધવામાં આવી છે. આ FIRમાં સોશિયલ મીડિયા યુઝર્સની સાથે મેટા ઇન્ડિયાના હેડને પણ સહ-આરોપી એટલે કે કો-એક્યુઝ્ડ બનાવવામાં આવ્યા છે.

જ્યારે બીજી તરફ નોઈડા પોલીસે પણ પીએમ મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાના મામલે એક મહિલા પર ઝીરો FIR નોંધી છે.

હૈદરાબાદ સાયબર ક્રાઇમ પોલીસે નોંધપાત્ર કાર્યવાહી કરી છે. પોલીસે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના અનેક સંચાલકો તેમજ મેટાના ઇન્ડિયા હેડ સામે કેસ નોંધ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફરિયાદોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે, અને આરોપીઓને ઓળખવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

હૈદરાબાદ સાયબર ક્રાઇમ પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસ CJP વિરોધ દરમિયાન ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે કથિત રીતે મોર્ફ કરેલી અને વાંધાજનક સામગ્રીના પ્રસાર સાથે સંબંધિત છે. પોલીસે જણાવ્યું હતું કે અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ ઓપરેટરો સામે FIR નોંધવામાં આવી છે. જ્યારે મેટાના ઇન્ડિયા હેડને બંને કેસમાં સહ-આરોપી તરીકે નોમિનેટ કર્યા છે.

હૈદરાબાદ પોલીસે ભાજપના કાર્યકરોની ફરિયાદો બાદ બે અલગ-અલગ કેસ નોંધ્યા છે. આ કાર્યવાહી ભારતીય ન્યાય સંહિતા (BNS) અને સૂચના પ્રૌદ્યોગિકી (IT) અધિનિયમ હેઠળ કરવામાં આવી છે.

પોલીસ તપાસ મુજબ, પીએમ મોદીને નિશાન બનાવતા આ વાંધાજનક અને મોર્ફ્ડ વીડિયો દિલ્હીના જંતર-મંતર પર થયેલા એક વિદ્યાર્થી આંદોલન દરમિયાનથી ફેલાવવામાં આવી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શન કોકરોચ જનતા પાર્ટીના નેતૃત્વમાં વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું.

કેસની તપાસ કરી રહેલા હૈદરાબાદ સાયબર ક્રાઈમના એક તપાસ અધિકારીએ જણાવ્યું કે અમે નોંધાયેલા કેસો અને ફરિયાદીઓ દ્વારા રિપોર્ટ કરાયેલી વાંધાજનક લિંક્સને લઈને મેટાને નોટિસ જારી કરી દીધી છે.અમે આરોપીઓની ઓળખ કરવા અને તેમને પકડવા માટે તેમની માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”

અન્ય એક કિસ્સામાં, જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ નોઈડામાં એક મહિલા પર ઝીરો FIR નોંધવામાં આવી છે.ગાઝિયાબાદની રહેવાસી સ્મૃતિ સિંહની ફરિયાદ પર નોઇડાના સેક્ટર 168ની રહેવાસી રુચિકા સિંહ વિરુદ્ધ એક્સપ્રેસવે પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો છે.

સંબંધિત લેખો

ટ્રમ્પ અને નેતન્યાહુને ખુશ કરવા માટે મોદી બ્રિક્સ+ પ્રમુખપદનું મૂલ્ય ઘટાડી રહ્યા છે

By Bhumika March 16, 2026
#ट्रेंडिंग हैशटैग:FIRindiaindia newsInstagram-Facebook - Metamorphed video casepm modi

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Post navigation

Previous Previous post: ‘રેડ એલર્ટ’ વચ્ચે રાજ્યમાં મેઘતાંડવ: 82 તાલુકામાં વરસાદ, નર્મદામાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ
Next Next post: ‘પહેલા હાડકાં ભાંગ્યાં, હવે FIR…ડરાવી-ધમકાવી Gen Zને ચૂપ નહીં કરાવી શકો’ રાહુલ ગાંધીનો સરકાર પર આકરો પ્રહાર
© Copyright All right reserved By Gujarat Mirror WordPress Powered By
Exit mobile version