Site icon Gujarat Mirror

ચારધામ યાત્રા દરમિયાન ઉત્તરકાશીમાં મોટી દૂર્ઘટના: હેલિકોપ્ટર ક્રેશ થતા 5 લોકોનાં મોત

 

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આજે મોટી દૂર્ઘટના સર્જાઈ છે. ઉત્તરકાશીના ગંગની વિસ્તારમાં આજે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું. આ આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

અકસ્માત સમયે હેલિકોપ્ટરમાં 7 મુસાફરો સવાર હતા. ૨ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. જોકે આ અકસ્માત કયા કારણોસર થયો તેની હજુ માહિતી સામે આવી હતી. તે મામલે પોલીસ તપાસ કરી રહી છે.

https://x.com/ians_india/status/1920333651168145916

ગઢવાલ ડિવિઝનલ કમિશનર વિનય શંકર પાંડેએ અકસ્માતની પુષ્ટિ કરતા કહ્યું કે વહીવટીતંત્ર અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સેના, પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, એમ્બ્યુલન્સ અને રેવન્યુ ટીમો ઘટનાસ્થળે પહોંચી રહી છે.

આ હેલિકોપ્ટર ગંગોત્રી જઈ રહ્યું હતું. હેલિકોપ્ટર એક ખાનગી કંપનીનું હોવાનું કહેવાય છે, જેમાં સાત લોકો સવાર હતા. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘટનાસ્થળે લોકોની ભીડ પણ એકઠી થઈ ગઈ છે.

Exit mobile version