ગુજરાત

વડતાલ ધામના આંગણે ગુરુવારે રેકોર્ડબ્રેક 5001 વ્યંજનો સાથેનો મહાઅન્નકૂટ

Published

on

સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની તીર્થધામ વડતાલને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તારીખ 7 થી 15 નવેમ્બર 2024 દરમિયાન દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાશે. 2000 સંતો તથા દેશ-વિદેશના 25 લાખ ઉપરાંત ભાવિકો દર્શને પધારશે.નૂતન વર્ષના પ્રારંભે હિન્દુ સનાતન ધર્મની રીતિ અનુસાર ભગવાનને અન્નકૂટ ધરાવતો હોય છે.5000 વર્ષ પૂર્વે સ્વાર્થી બનેલ ઇન્દ્રને અન્નકૂટ ન ધરાવતા શ્રીકૃષ્ણ પ્રભુએ પરમાર્થી ગોવર્ધન પર્વતને અન્નકૂટ ધરાવ્યો. કહેવાય છે કે તે દિવસથી ભગવાન સમક્ષ અન્નકૂટ ધરાવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણે આ દિવસને અન્નકૂટોત્સવની ખ્યાતિ અપાવી છે.સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે રેકોર્ડબ્રેક 5,001 વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવશે.

શ્રી પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર ભગવાન શ્રી સ્વામિનારાયણે વડતાલમાં એમને હયાતીમાં અહીં ઘણા અન્નફૂટ ઉત્સવો ઉજવ્યા છે. સમગ્ર વૈષ્ણવ તથા સ્વામિનારાયણ સંપ્રદાય તેમજ અન્ય સંપ્રદાયોમાં ઉજવાતા આ અન્નકૂટ ઉત્સવમાં નવા વર્ષે નીપજેલ અન્ન ભગવાનને નિવેદિત કરવામાં આવતું હોય છે.વડતાલમાં ઉત્સવ પ્રસંગે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવી શકાય તેવો રેકોર્ડ બ્રેકર 5001 વાનગીઓનો અન્નકૂટ તૈયાર કરવાની તૈયારી ચાલી રહી છે આ 5001 વાનગી બનાવવાની સેવા આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી મહારાજે તેમજ વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી તથા કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીજીએ, સ્વામિનારાયણ ગુરુકુલ ધ્રાંગધ્રાના સંતોને સેવા સોંપેલ છે. ત્યાંથી કૃષ્ણવલ્લભદાસ સ્વામી ઉર્ફે પંડિત સ્વામી, વિવેક સાગર સ્વામી, ધર્મનંદન સ્વામી, વિશ્વમંગલ સ્વામી, હરિદર્શન સ્વામી, પ્રિયદર્શન સ્વામી , આનંદ સ્વામી, હરિપ્રકાશ સ્વામી વગેરે સંતો પૂર્વ તૈયારીમાં જોડાયા છે.આ મહાઅન્નકુટની પ્રથમ આરતી વર્તમાન ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદ અને વડિલ સંતો સાથે શ્રીજી છતાંના કરજીસણના ગોવિંદજીભાઈના વંશજ ઘનશ્યામભાઈ ફુવાનો પરિવાર ઉતારશે.


મહાઅન્નકુટની માહિતી આપતા હૈદ્રાબાદના વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ અક્ષરભુવન પાછળ આવેલ મેદાનમાં 113 સ 170 સ્કવેરફુટ = 19210 સ્કવેરફુટનો વિશેષ ભવ્ય અન્નકુટ મંડપમ્ તૈયાર કરવામાં આવ્યો છે. આ અન્નકુટ વાનગીઓ તૈયાર કરવામાં હૈદ્રાબાદના 35 કારીગરો, 15 પૂ.સંતો, 7 વ્યક્તિઓની વિશેષ ટીમ ઉપરાંત સુરત વેડરોડ મંદિર થી 80 મહિલાઓએ વિવિધ વાનગીઓ બનાવી હતી. જેમાં 5000 મહિલા તથા પુરૂૂષ સ્વયંસેવકો ખડેપગે સેવા બજાવી રહ્યા છે. સુરતના મહિલા સ્વયંસેવીકા શારદાબેન ડુંગરાણીએ જણાવ્યું હતું કે અમો મહિલા ભક્તોએ 160 પ્રકારની વિવિધ પુરીઓ, 160 પ્રકારના વિવિધ અથાણાં તૈયાર કર્યા છે. આ અન્નકુટ તૈયાર કરવામાં 71850 માનવ કલાકની અવિરત સેવા છે.

51540 કિલો વજનની વાનગીઓ, જેમાં 500 કિલો બેકરીની આઈટમો તૈયાર કરવામાં આવી છે. ઉપરાંત 150 પ્રકારના વિવિધ હલવાઓ તૈયાર કરાયા છે. માવાની આઈટમો સાચવણી માટે એરકંડીશન કેન્ટેનરમાં મુકવામાં આવી છે.આ અન્નકુટ પ્રસાદની વહેંચણી ચરોતરના વૃધ્ધાશ્રમો, દિવ્યાંગ શાળાઓ તથા અનાથાશ્રમો અને દરિદ્રનારાયણોને કરવામાં આવનાર છે.સમગ્ર અન્નકુટ મહોત્સવનું આયોજન વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી અને મુખ્ય કોઠારી સંતવલ્લભદાસજી સ્વામીએ કર્યું છે.દર્શનનો સમય :- સવારે 8:00 થી સાંજે 7:00

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version