ગુજરાત
પ્રેમિકાના પરિવારની ધમકીથી પ્રેમીનો આપઘાતનો પ્રયાસ
ખારચિયા ગામની ઘટના : યુવાને ફાંસો ખાઈ લેતા સારવારમાં ખસેડાયો
શહેરની ભાગોળે ભાવનગર રોડ પર આવેલા ખારચિયા ગામના યુવકને પ્રેમીકાના પરિવારે ધાકધમકી આપતા ડરીગયેલા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને બેસુધ્ધ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરની ભાગોળે આવેલા ખારચિયા ગામે રહેતા વિજય મનસુખભાઈ બાવળિયા નામનો 30 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે વહેલી સવારના પાંચેક વાગ્યાના અરસામાં ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને બેસુધ્ધ હાલતમાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં વિજય બાવળિયા ત્રણ ભાઈમાં વચેટ છે અને તે કારખાનામાં કામ કરે છે. વિજય બાવળિયા બે મહિનાથી ઘરેથી નિકળી ગયો હતો. અને પ્રેમીકા સાથે પ્રેમ સબંધ હોવાથી અલગરહેતો હતો. પ્રેમીકાના પરિવારે ધમકી આપતા વિજય બાવળિયા ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.