પ્રેમ કરવો એ પાપ નથી, માતા-પિતાની સંમતિથી લગ્ન થાય તે જરૂરી: નરેશ પટેલ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સિંગરો દ્વારા કરવામાં આવેલા પ્રેમલગ્ન પાટીદાર સમાજમાં ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા પોતાના જન્મદિવસે પ્રેમ…

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સિંગરો દ્વારા કરવામાં આવેલા પ્રેમલગ્ન પાટીદાર સમાજમાં ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા પોતાના જન્મદિવસે પ્રેમ અને પ્રેમલગ્નને લઈ સૂચક નિવેદન આપ્યું હતું. નરેશ પેટેલે કહ્યું કે, પ્રેમ કરવો એ પાપ નથી. પરંતુ, લગ્ન માતાપિતાની સહમતીથી થાય એ જરુરી છે. ખાસ કરીને સિંગર મુદ્દે કહ્યું કે, સિંગર હોય તો તેને લત્તા મંગેશકરને આઈડોલ બનાવવા જોઈએ. જેથી કોઈ પ્રશ્ન નહીં રહે.

ભાવનગરની પ્રિયા મોરડીયા, સુરતની આરતી સાંગાણી, સુરતની રિદ્ધી રાજપરા, કિંજલ દવે, કિંજલ રબારી અને કાજલ મહેરિયાના પ્રેમસંબંધ, મૈત્રીકરાર અને પ્રેમલગ્નના કારણે સામાજિક લેવલે અને સોશિયલ મીડિયામાં ભારે વિવાદ સર્જાયો હતો. વિવાદ એટલો વકર્યો હતો કે ગુજરાત સરકારે નિયમોમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલનો આજે જન્મદિવસ હોય રાજકોટમાં યોજાયેલા બ્લેડ ડોનેશન કેમ્પમાં હાજરી આપી હતી. આ સમયે મીડિયા સાથેની વાતચીત દરમિયાન લવમેરેજને લઈ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, પ્રેમ કરવો એ ગુનો નથી. પરંતુ, કોની સાથે લગ્ન કરવલા એ માતાપિતાની સહમતીથી થાય તે જરુરી છે.

નરેશ પટેલે લવ-મેરેજ કર્યા છે. શાલિનીબેન હરિયાણાના જૈન પરિવારનાં દીકરી છે. કોલેજમાં અભ્યાસ વખતે જ નરેશ પટેલને શાલિનીબેન સાથે પ્રથમ નજરમાં પ્રેમ થઇ ગયો હતો. બન્ને છેલ્લી બેન્ચે જ બેસતાં, 1984માં બંનેએ લવ-મેરેજ કર્યાં હતાં.

નરેશ પટેલને ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ બાદ ત્રણ ડિફેન્સ વિંગમાંથી કોઇપણ એક વિંગમાં જવાની ઇચ્છા હતી, જેમાં આર્મી, નેવી અને એરફોર્સનો સમાવેશ થાય છે, પરંતુ પિતાનો આદેશ આવ્યો કે કારખાનું સંભાળી લો અને નરેશ પટેલે પિતાની વાત માની.