ગુજરાત
વેરાવળમાં લોહાણા સમાજના અગ્રણીને મારી નાખવાની ધમકી
વેરાવળ લોહાણા મહાજનના કારોબારી સભ્ય અને સામાજીક કાર્યકરને જુના મનદુ:ખનો ખાર રાખી જાહેરમાં ઉગ્ર બોલાચાલી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ચકચાર પ્રસરી છે. આ મામલે પોલીસે બંન્ને સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતોનુસાર દિવાળીની રાત્રીના વેરાવળમાં બસ સ્ટેશન પાસે ગોલાવાળાને ત્યાં બેસેલા લોહાણા મહાજનના કારોબારી સભ્ય અને સામાજીક અગ્રણી અનિષભાઇ રાચ્છ અને તેના મિત્રએ નજીકમાં જાહેર રોડ ઉપર ફટાકડા ફોડતા માધવ અને સંકેત દિપક કકકડને સાઈડમાં ફટાકડા ફોડવાનું કહ્યુ હતુ.
જેને લઈ બંન્ને ઉશ્કેરાઈ જઈ ગાળા ગાળી કરવા લાગેલ અને અહીં ફટાકડા ફોડીશું તમારાથી થાય તે કરી લ્યો. બાદમાં માધવ કકકડએ નજીકમાં આવીને અનિષભાઈને કહેલ કે, તું મારા પપ્પા દિપક કકકડ વિરૂૂધ્ધમાં કેમ ફરીયાદો કરે છે અમારા વિરૂૂધ્ધ ફરીયાદ કરીશ તો જ્યાં મળીશ ત્યાં જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી નાસી ગયા હતા. આ મામલે પોલીસે સામાજીક અગ્રણી અનિષ રાચ્છની ઉપરોકત ફરીયાદના આધારે માધવ અને સંકેત દિપક કકકડ સામે બી.એન.એસ.ની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ મહિલા પોલીસ હેડ.કો. ગીતાબેન જાદવે તપાસ હાથ ધરી છે.