Site icon Gujarat Mirror

લોધિકાની યુનિયન બેંકમાં નકલી દાગીના ધાબડી દઈ 7.50 લાખની લોન લઈ લીધી

કાલાવડના નિકાવા અને નગરપીપળિયાના બે શખ્સો સામે ગુનો નોંધાયો

લોધિકાની યુનિયન બેંકની નગરપીપળીયા શાખામાં સોનાના નકલી દાગીના ધાબડી દઈ રૂૂ.7.50 લાખની લોન લેનાર બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. દાગીના ઉપર ગોલ્ડ લોન મેળવવાના ઇરાદે ઠગાઇ કરવાના ઇરાદે ખો ટા હોલમાર્ક વાળા દાગીના સાચા તરીકે બતાવી લોન લીધી હોય જેમાં વેલ્યુઅર સોનીની પણ સંડોવણી ખુલી હતી.

રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમા સ્પીડવેલ હાઇટ બ્લોક બી.704માં રહેતા અને યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના નગરપીપળીયા શાખામા બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા હાર્દીકભાઈ અવસરભાઈ ગઢીયાએ કરેલી ફરિયાદમાં નગર પીપળીયાના દીલીપસિંહ હરીસિંહ પરમાર અને વેલ્યુઅર સોની નીલેશભાઇ લખમણાભાઈ મારવીયાનું નામ આપ્યું છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ દીલીપસિંહ હરીસિંહ પરમારને ગોલ્ડ લોન લેવી હોય બેંકના વેલ્યુઅર સોની નીલેશભાઇ લખમણભાઇ મારવીયાને ફોન કરી આ બાબતે જાણ કરતા બેંક પર આવેલ અને દીલીપસિંહ પરમારે સોનાની બે વીટી તથા બે ચેઈન તથા એક લક્કી એમ પાંચ દાગીનાનુ વજન 91.89 ગ્રામ થયેલ અને અમારી બેંકના વેલ્યુઅર નીલેશભાઇ મારવીયાએ આ સોનાના દાગીનાની ખરાઇ પરખ કરી આ સોનાના દાગીના ઉપર હોલમાર્ક જોયને તેના આધારે આ સોના ઉપર 4,50,000 ધીરાણ આપી શકાય તેવુ જણાવેલ અને સોનાના દાગીના સાચા હોવાનો વેલ્યુએશન રીપોર્ટ આપી તા.02/09/2025 ના રોજ આ દીલીપસિંહ પર મારના નામની રૂૂ.4,50,000 ની ગોલ્ડ લોન કરેલ ત્યાર બાદ ફરીવાર તા.22/09/2025 ના રોજ દીલીપસિંહ પરમારે એક સોનાનો ચેઈન ઉપર ગોલ્ડ લોન લેવી હોય બેંકના વેલ્યુઅર સોની નીલેશભાઇ લખમણભાઇ મારવીયા દ્વારા વેલ્યુ કરાવતા સોનાના ચેઈન ઉપર રૂૂ.3 લાખની લોન માટેનો અભિપ્રાય આપ્યો હતો. આમ દિલીપસિંહે યુનીયન બેંક માં સોનાના દાગીના ઉપર કુલ રૂૂ.7.50 લાખની લોન લીધી હતી.

ગઇ તા.10/12/2025 ના રોજ બેંકમાં ઓડીટ આવેલ આ ઓડીટમા સોનાના ધીરાણ માટે મુકવામા આવેલ સોનાના દાગીનાની ખરાઇ વજન તથા અન્ય માપદંડો ની ચકાસણી કરતા હોય છે તેમા આ દીલીપસિંહ પરમારે કરેલ ગોલ્ડ લોનના તમામ સોનાના દાગીના ખોટા હોવાનો રીપોર્ટ આપ્યો હોય દીલીપસિંહ હરીસિંહ પરમાર અને વેલ્યુઅર સોની નીલેશભાઇ લખમણાભાઈ મારવીયા બેંક ખાતે બોલાવતા પુછપરછ માં ભાંડો ફૂટ્યો હતો. જેથી બન્ને સામે પોલીસ ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

Exit mobile version