ગુજરાત

સ્થાનિક ચૂંટણીઓ પાટીલના નેતૃત્વમાં જ લડાશે

Published

on


ભાજપ પ્રદેશ અધ્યક્ષ બદલવાની અટકળો અને ચર્ચાઓ વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. સમાચાર છે કે ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી કમુરતા એટલે કે ઉત્તરાયણ પછી થશે. સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવામાં આવશે. બીજી તરફ સંસદના સત્ર વચ્ચે આજે ગાંધીનગરમાં સીઆર પાટીલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાવાની છે.


ગુજરાતના તમામ જિલ્લા પ્રમુખો અને વિભાગીય પ્રમુખો સાથે મંથન કરવામાં આવશે. ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર એ છે કે ભાજપના આંતરિક સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પાટીલની અધ્યક્ષતામાં લડવામાં આવશે. ભાજપના નવા પ્રદેશ પ્રમુખની ચૂંટણી ઉત્તરાયણ પછી જ થશે. હાલ ભાજપના તમામ જિલ્લા પ્રમુખો અને વિભાગીય પ્રમુખો અંગે મંથન થશે. પાટીલની અધ્યક્ષતામાં આવતીકાલે કમલમમાં બેઠક યોજાવાની છે. સંસદ સત્ર વચ્ચે સીઆર પાટીલ ગુજરાતમાં મહત્વની બેઠક કરશે.

જોકે, પાટીલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે. જ્યારે તા. 15 જાન્યુઆરી-મકરસંક્રાંતિ બાદ નવા પ્રદેશ પ્રમુખ નિમાશેસીઆર પાટીલે ભલે તેમની વિદાયનો સંકેત આપ્યો હોય, પરંતુ નવા પ્રદેશ પ્રમુખની ચૂંટણી કમુરતા પછી જ થઈ શકે છે. સીઆર પાટીલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ચાર્જ સંભાળશે. આજે કમલમ મીટીંગમાં નવા સંગઠનની તૈયારીઓ અને ચર્ચા વિચારણા કરવામાં આવશે. પરંતુ ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે.

આવતીકાલની બેઠકમાં નવા પ્રદેશ પ્રમુખના નામ પર કોઈ ચર્ચા નહીં થાય. જે કંઈ થશે તે ઉત્તરાયણ પછી જ થશે.ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને પ્રયાસો તેજ થયા છે. આવતીકાલે કમલમમાં ભાજપની મહત્વની બેઠક યોજાવાની છે. સંગઠન માળખા અંગે રાજ્ય કાર્યશાળા બોલાવવામાં આવી છે. બેઠકમાં વિભાગીય અને જિલ્લા સ્તરના સંગઠન માળખા અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહેશે. ગુજરાતના રાષ્ટ્રીય સંગઠન પૂર્વ પ્રભારી રાજદીપ રોય પણ ઉપસ્થિત રહેશે. હાલ બુથ કક્ષાએ સંગઠનની કામગીરી ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version