ચોટીલા હાઇવે ઉપર એક લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારમાંથી 6.84 લાખ નો વિદેશી દારૂૂ LCBએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા બેડામાં ખળભળાટ સાથે સ્થાનિક ડી સ્ટાફને કોણ ઢંઢોળશે તેવી ચર્ચા ઉઠી છે.
મળતી માહિતી અનુસાર જિલ્લા એલસીબીના સરદારસિંહ તથા કુલદીપભાઈ બોરીચા ને બાતમીદાર દ્વારા મળેલ ચોક્કસ બાતમી મળી હતી કે ફોર્ચ્યુનર કારમાં વિદેશી દારૂૂનો મોટો જથ્થો રાજસ્થાન તરફથી સૌરાષ્ટ્રમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીને આધારે પોલીસ ટીમે ચોટીલા પોલીસ સર્કિટ હાઉસ પાસે નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ ફોર્ચ્યુનર કારને અટકાવી તપાસ કરતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂૂની 4,560 નંગ નાની બોટલ (ચપલા)ની મળી આવેલ હતી.
પોલીસે દારૂૂનો જથ્થો જેની કિંમત રૂૂ. 6,84,000 તથા આ હેરાફેરીમાં વપરાયેલ ફોર્ચ્યુનર ગાડી જેની કિંમત રૂૂ. 10,00,000 મળીને કુલ રૂૂ. 16,84,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ચોટીલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, વાહન ચાલક અને આ રેકેટમાં સંડોવાયેલા અન્ય શખ્સોને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
જિલ્લા ની બ્રાન્ચે ચોટીલા પોલીસ મથકના વિસ્તારમાં દારૂૂ નો જથ્થો તેમજ જુગાર પકડી પાડતા બેડામાં ફફડાટ ફેલાયો છે. તેમજ સ્થાનિક ડી સ્ટાફ ને કોણ ઢંઢોળશે તેવા સવાલો ઉઠ્યાં છે. આ સફળ કામગીરીમાં એલ.સી.બી. પી.આઈ. બી.એચ. શિંગરખીયા, પેરોલ ફર્લો સ્કોડના પી.એસ.આઈ. એન.એ. રાયમાં તથા જયપાલસિંહ રાઠોડ, પી.સી. વજાભાઈ સાનીયા, સહિતની ટીમ જોડાયેલી હતી.
