ગોંડલ તાલુકાના ચોરડી ગામની સીમમાં ચાલતા દારૂૂના કટિંગ વખતે ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી રૂૂ.35.79 લાખનો 4982 બોટલ વિદેશી દારૂૂ સહીત રૂૂ.55.89 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમિયાન વિદેશી દારૂૂનો જથ્થો મંગાવનાર અને તેનું ખુલ્લેઆમ કટીંગ કરનાર બુટલેગર સહીત પાંચ શખ્સો ફરાર થઇ ગયા હતા.
ગોંડલ તાલુકાના ચોરડી ગામની સીમમાં આવેલ ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક-1 ની અંદર શ્યામ સ્પાઇસ કારખાનાની બાજુમાં આવેલી અવાવરૂૂ જગ્યાએ વિદેશી દારૂૂનું કટીંગ ચાલી રહ્યું હોવાની બાતમીને આધારે એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો જેમાં અલગ-અલગ ત્રણ વાહનોમાં દારૂૂનું કટિંગ ઝડપાઈ થતું હતું. આ દરોડા દરમિયાન એલ.સી.બીની ટીમે વિદેશી દારૂૂની કુલ 414 પેટીઓ, જેમાં આવેલી 4,986 બોટલો કિંમત રૂૂા. 35,79,336 નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલ આઇસર, અશોક લેલેન્ડ માલવાહક વાહન અને ટોયોટા અર્બન ક્રુઝર કાર તથા બે મોબાઇલ ફોન મળી કુલ રૂૂા. 55,89,336નો મુદ્દામાલ કબજે કર્યો હતો. એલસીબીની પ્રાથમિક તપાસમાં દારૂૂનો જથ્થો મંગાવી કટીંગ કરાવનાર સોહિલ સલીમભાઇ મડમ (રહે. ચોરડી, તા. ગોંડલ) નું નામ ખુલ્લું છે.
આ સાથે વિદેશી દારૂૂ લાવનાર વાહનોના ચાલકો/માલિકો તથા દારૂૂ મોકલનાર અજાણ્યા ઇસમ સામે પણ કાયદેસરના તજવીજ શરૂૂ કરવામાં આવી છે. આઈજી નિર્લિપ્ત રાય તથા જીલ્લા પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પી.આઈ જે. પી. રાવ અને તેમની ટીમના પીએસ આઈ એચ. સી. ગોહીલ, કે.એમ. ચાવડા, આર. વી. ભીમાણી, પી. એન. ભરવાડ સાથે બાલકૃષ્ણભાઇ ત્રીવેદી , ઇન્દ્રસિહ જાડેજા , જયવિર સિહ રાણા , અનિલભાઇ ગુજરાતી, ધર્મેન્દ્રભાઇ ચાવડા, , પ્રહલાદ સિહ રાઠોડ, ભગીરથસિહ જાડેજા, ઘનશ્યામ સિંહ જાડેજા , રણજીત બોરડ, વિજયભાઇ ખડીયા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
