ટ્રોલીબેગના બોક્સની આડમાં દારુનો જથ્થો જૂનાગઢ લઈ જવાતો હતો, રૂા.77 લાખનો મુદ્દામાલ અને રાજસ્થાનના ટ્રકચાલકની ધરપકડ
વિરપુર પાસે પીઠડિયા નજીક ગ્રમ્ય એલસીબીએ દરોડો પાડી રૂા.57.19 લાખના બિયર અને દારુ ભરેલા ટ્રક સાથે ચાલકની ધરપકડ કરી હતી. આ દારુ ટ્રોલીબેગની આડમા છુપારવી જૂનાગઢ તરફ લઈ જવામાં આવતો હોવાનું ખુલ્યુ છે.
એલસીબીના દરોડામાં દારુ સહિત રૂા.77 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.મળતી વિગત મુજબ, રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચનાથી LCB પી.આઈ. વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે એક ક્ધટેનર (નંબર NL-01-AB-5683) માં ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ ભરીને રાજકોટથી જૂનાગઢ તરફ લઈ જવામાં આવી રહ્યો છે તેવી જાણ મળી હતી.
રાજકોટ ગ્રામ્ય પોલીસને મળેલી બાતમીના આધારે વીરપુર પાસેના પીઠડીયા ગામ પાસે વોચ ગોઠવી શંકાસ્પદ ક્ધટેનરને અટકાવ્યું હતું અને આ રોકેલ વાહનની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ 14,184 નંગ જથ્થો મળી આવ્યો હતો. આ દારૂૂના જથ્થાને છુપાવવા માટે ટ્રોલી બેગના બોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પોલીસે આ કામગીરીમાં ક્ધટેનર ચાલક ધોલારામ લુંભારામ બિશ્નોઈ (રહે. બાડમેર, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. જ્યારે દારૂૂ મંગાવનાર અને મોકલનાર અન્ય બે શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે પોલીસે આ દરોડા દરમિયાન વિદેશી દારૂૂ અને બિયર (કિંમત ₹57,19,680/-), ટાટા ક્ધટેનર ટ્રક (કિંમત ₹20,00,000/-), મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ મુદ્દામાલ: ₹77,71,380/- નો મુદામાલ કબજે કર્યો છે.
આ સફળ કામગીરીમાં કઈઇના પી.આઈ. વી.વી.ઓડેદરા સાથે પીએસઆઈ એચ.સી.ગોહિલ, કે.એમ.ચાવડા, આર.વી. ભીમાણી અને સમગ્ર સ્ટાફ જોડાયેલ હતો. વિરપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અને આ બાબતમાં સંડોવાયેલ વ્યક્તિઓના નામ અને તેમને ઝડપી લેવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂૂ કરી ચક્ર ગતિમાન કર્યા છે.

