Site icon Gujarat Mirror

ઇથિયોપિયાની જેમ મારૂં ગુજરાત પણ સિંહોની ભૂમિ: મોદી

વડાપ્રધાન મોદીએ બુધવારે ઇથોપિયન સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું. આ વિશ્વની 18મી સંસદ છે જ્યાં વડાપ્રધાન મોદીએ ભાષણ આપ્યું છે. મોદીએ કહ્યું, “મને ઇથોપિયામાં આવીને આનંદ થયો છે.” આ સિંહોની ભૂમિ છે. મને અહીં ઘર જેવું લાગે છે, કારણ કે મારું વતન ગુજરાત પણ સિંહોની ભૂમિ છે.

પીએમ મોદીએ 1.4 અબજ ભારતીયો વતી ઇથોપિયાને શુભેચ્છા પાઠવી. તેમણે ઇથોપિયન સંસદ, તેના લોકો અને તેમની લોકશાહી યાત્રા પ્રત્યે આદર વ્યક્ત કર્યો. મોદીએ કહ્યું કે જ્યારે લોકોની ઇચ્છાઓ અને સરકારની વિચારસરણી સમાન હોય છે, અને બંને સાથે મળીને આગળ વધે છે, ત્યારે દેશ આશા અને ધ્યેય સાથે વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધે છે. ઈથોપિયન સંસદના સંયુક્ત સત્રને સંબોધન પૂરું થતાં જ સાંસદોએ ઉભા થઈને તાળીઓ પાડીને મોદીનું સ્વાગત કર્યું.

Exit mobile version