ગુજરાત
દ્વારકા પાસેના બરડિયા ગામ પાસે ચંદ્રભાગા મંદિરના શિખર પર વીજળી પડી
ધુમ્મટને નુકસાન જાનહાનિ ટળી
દ્વારકા પંથકમાં શનિવારે ગાજવીજ સાથે વરસાદી માહોલમાં વીજળી મંદિરના શિખર પર પડતા પંચ ધાતુનો શિખર નીચે પડયો હતો. આકાશી વીજ પડવાથી મંદિરના શિખર ઘુમ્મટને નુકસાન પહોચ્યું હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહિ થયાનું તથા મંદિરના માત્ર શિખર પરના કળશ તૂટતાં શિખરના ભાગમાં નુકસાન થવા પામ્યું હતું. દ્વારકા વિસ્તારના આકાશી વીજળીના સંકટને જાણે માતાજીએ પોતાના શિખર પર લઈ લેતા દ્વારકા પંથક પર મોટું સંકટ દૂર થયાની ચર્ચા પણ જાગી છે.