Site icon Gujarat Mirror

બિગ બોસ મલયાલમમાં લેસ્બિયન કપલની એન્ટ્રી

બિગ બોસ 19 શરૂૂ થવા પહેલા જ બિગ બોસ મલયાલમ સીઝન 7 ચર્ચામાં છે. હોસ્ટ મોહનલાલ દ્વારા સંચાલિત આ શોમાં આ વખતે અદિલા નસરીન અને ફાતિમા નૂરા નામની લેસ્બિયન કપલ એન્ટ્રી કરી છે. બંનેની મુલાકાત સાઉદી અરબમાં અભ્યાસ દરમિયાન થઈ હતી, જો કે ત્યારપછી બંનેની મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ હતી. પરંતુ પરિવાર અને સમાજના વિરોધને કારણે તેઓએ કેરળ હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો અને સાથે રહેવાનો અધિકાર માંગ્યો અને બંનેને તેમાં જીત મળી.

ત્યારબાદ બંનેએ લગ્ન કરીને ફોટોશૂટ કરાવ્યું જે સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. હવે બંને બિગ બોસના ઘરમાં એકસાથે ક્ધટેસ્ટન્ટ તરીકે પ્રવેશી છે. પહેલાજ અઠવાડિયામાં ઓપન નોમિનેશન અને સ્પોટ એલિમિનેશન જેવા ટ્વિસ્ટ આવી ગયા છે. તેમની એન્ટ્રી મનોરંજન સિવાય એ સંદેશ પણ આપે છે કે પ્રેમ કોઈ બંધનોને માનતો નથી.

Exit mobile version