ગીરગઢડાના નવાઉગલા ગામે આઠ વર્ષની બાળા પર દીપડાનો હુમલો

ગીરગઢડા તાલુકાના નવા ઉગલા ગામે રહેતા દિનેશ ભાઈ ગોવિંદભાઈ પરમારની 8 વર્ષની પુત્રી જીગ્નાશા ઘરના ફળિયામાં રમતી હતી ત્યારે અચાનક દીપડો આવી ચડયો હતો અને…

ગીરગઢડા તાલુકાના નવા ઉગલા ગામે રહેતા દિનેશ ભાઈ ગોવિંદભાઈ પરમારની 8 વર્ષની પુત્રી જીગ્નાશા ઘરના ફળિયામાં રમતી હતી ત્યારે અચાનક દીપડો આવી ચડયો હતો અને જીગ્નાશાને માથાના ભાગેથી પકડી ઉઠાવી ભાગતા એ વખતે તેમના મામા હિંમત ભાઈ એ આ ખોફનાક દ્રશ્ય જોઈ તેમની ભાણેજને બચાવા માટે દીપડાની પાછળ દોટ મૂકીને ભાગ્યા હતા અને રાડારાડ કરતા દીપડો જીગ્નાશાને મૂકીને નાશી ગયો હતો.

જીગ્નાશાને લોહી લોહાણ હાલતમાં પ્રથમ 108 મારફતે ગીર ગઢડા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલ જ્યાંથી વધુ સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલ જ્યાં જીગ્નિશાને માથાના તેમજ ડાબી સાઇડના કમરના ભાગે ઈજા પહોંચેલ આ અંગેની જાણ જસાધાર વન વિભાગને થતા ફોરેસ્ટર વીરાભાઇ ચાવડા સહિતનો સ્ટાફ હોસ્પિટલ પર પોહચી ગયેલ જ્યારે આ દીપડાનું લોકેશન મેળવા અને દીપડાને પાંજરે પુરવા વન વિભાગે પાંજરુ મુકેલ હોવાનું વનવિભાગે જણાવેલ હતું