બોટાદમાં LCBએ તેલના વેપારીને ત્યાં દરોડો પાડી શંકાસ્પદ 561 ડબા સીઝ કર્યા

રૂા.16.11 લાખના જથ્થો સીઝ થતા ભેળસેળીયાઓમાં ફફડાટ બોટાદ જિલ્લા પોલીસ વડા (IPS) ધર્મેન્દ્ર શર્મા ની સુચના હેઠળ LCB PI જી.બી.પાવરા તેમજ LCB ટીમે બોટાદ શહેરમાં…

રૂા.16.11 લાખના જથ્થો સીઝ થતા ભેળસેળીયાઓમાં ફફડાટ

બોટાદ જિલ્લા પોલીસ વડા (IPS) ધર્મેન્દ્ર શર્મા ની સુચના હેઠળ LCB PI જી.બી.પાવરા તેમજ LCB ટીમે બોટાદ શહેરમાં ભેળસેળીયા તેલનો વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડો પાડી લાખો રૂૂપિયાના ભેળસેળીયા તેલના જપ્ત કરવામાં આવ્યા છે. સમગ્ર બનાવને લઈને ડિસ્કો તેલ વેચતા તેલના વેપારીઓમાં ફફરાટ ફેલાઈ ગયો છે. આ બાબતે મળતી વિગતો અનુસાર બોટાદ શહેરના શાકમાર્કેટ વિસ્તારમાં આવેલી રાજ કોકોનેટ તેલની દુકાન પર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા રેડ પાડવામાં આવી હતી.

આ કાર્યવાહીમાં દુકાનમાંથી કુલ 16,11,350(16 લાખ 11 હજાર 350 રૂૂપિયા) રૂૂપિયાની કિંમતના 561 શંકાસ્પદ તેલના ડબા જપ્ત કરવામાં આવ્યા છે.જપ્ત કરાયેલા તેલના ડબા પર ’રાજ પ્રોટીન ગોંડલ’ કંપનીના લેબલ લગાવેલા હતા. આ માલ શંકાસ્પદ જણાતા પોલીસે તેને કબ્જે લીધો હતો.માલ જપ્ત કર્યા બાદ પોલીસે દુકાનને સીલ કરી દીધી છે. LCB PI જી.બી. પાવરાએ જણાવ્યું હતું કે આ મામલે વધુ તપાસ ચાલુ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.