મવડી પ્લોટના ખેડૂતની રૂ.1.40 કરોડની જમીન પચાવનાર પાંચ સગા ભાઈઓ સામે લેન્ડ ગ્રેબિંગ

રાજકોટના મવડી પ્લોટમાં રહેતા ખેડૂતની શાપરમાં આવેલી રૂૂ.1.40 કરોડોની ઔધ્યોગિક હેતુ માટેની કિંમતી જમીન પર પાંચ સગા ભાઈઓએ કબ્જો કરી પોતાના રહેણાંક માંટે ઝુંપડાઓ બનાવી…

રાજકોટના મવડી પ્લોટમાં રહેતા ખેડૂતની શાપરમાં આવેલી રૂૂ.1.40 કરોડોની ઔધ્યોગિક હેતુ માટેની કિંમતી જમીન પર પાંચ સગા ભાઈઓએ કબ્જો કરી પોતાના રહેણાંક માંટે ઝુંપડાઓ બનાવી લઈ જમીન પચાવી પાડતા આ મામલે શાપર-વેરાવળ પોલીસ મથકમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદો (અધિનીયમ) ની હેઠળ ફરીયાદ નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ રાજકોટના મવડી રોડ નવલનગર-5માં રહેતા ઓમકારસીહ હરિચંદ્રસિંહ જાડેજા (ઉ.વ.48)ની માલીકીની કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ ગામના સર્વે નં 105/1 પૈકી 2 ખાતા નંબર 754 ની ઔધ્યોગિક હેતુ માટે બીનખેતી કરેલ રૂૂ.1.40 કરોડની પ,000 ચો.મીટર જમીનમાં કોઇ પણ જાતના હક્ક દાવા વગર ગેરકાયદેસર રીતે કબ્જો કરી લઇ તેમા પોતાના રહેણાંક ઝુંપડાઓ બનાવી લેનાર પુનાભાઇ. કોટડાસાંગાણીના વેરાવળના રવસુરભાઇ ઉર્ફે નકાભાઇ વાલા,કાળુભાઇ રવસુરભાઇ ઉર્ફે નકાભાઇ વાલા,ગોકળભાઇ રવસુરભાઇ ઉર્ફે નકાભાઇ વાલા,સુમસરભાઇ રવસુરભાઇ ઉર્ફે નકાભાઇ વાલા અને રાણાભાઇ રવસુરભાઇ ઉર્ફે નકાભાઇ વાલા સામે કલેકટર સમક્ષ લેન્ડગ્રેબિંગની કરેલી અરજીની સુનવણી બાદ કલેકટર દ્વારા ગુનો નોંધવા આદેશ કર્યો હતો.

ઓમકારસીહ હરિચંદ્રસિંહ જાડેજા ફરીયાદ પરથી ઉના રવસુરભાઈ વાલા તેના ભાઈ કાળુ તેના ભાઈ ગોકળ તેના ભાઈ સુમસર સહીત પાંચ ભાઈઓ સામે લેન્ડ ગ્રેબીંગની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂૂ કરી છે. ઓમકારસિંહની માલીકીની 5000 ચો.મી. બીન ખેતી કરેલી જમીન ઉપર કબ્જો કરી બળજબરીથી પચાવી પાડી ઝુંપડાઓ બનાવી લેનાર પાંચ સગા ભાઈ સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી.