43 ભાડા કરાર, 60 ભાડા પહોંચ કબજે, 8 એજન્ટો દ્વારા રેકેટ ચલાવતો
ચંડોળામાં બાંગ્દાદેશી ઘુસણખોરોને આશરો આપનારો અને ગેરકાયદે ધંધા કરનારા લલ્લા બિહારીની પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી હતી. આ પછી અમદાવાદ પોલીસ દ્વારા લલ્લા બિહારી અને તેના દીકરા ફતેહને ચંડોળા સ્થિતિ તેના નિવાસ સ્થાન સહિતના વિસ્તારમાં લઈ જઈને ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કરાયું હતું.
ચંડોળામાં બાંગ્લાદેશી ધુસણખોરોને આશરો આપનાર અને તળાવની આસપાસના વિસ્તારમાં દબાણ કરનારા લલ્લા બિહારીની અને તેના દીકરાની પોલીસે ધરપકડ કરી હતી. બંનેની પૂછપરછમાં અનેક ખુલાસા થયા હતા. લલ્લુ બિહારીએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ કબુલાત કરી છે કે, તે સમગ્ર રેકેટ 8 એજન્ટો મારફતે ચલાવતો હતો. એટલું જ નહીં, 8 પૈકી 2 એજન્ટ બાંગ્લાદેશ અને 2 પંશ્ચિમ બંગાળમાં જ રહે છે. બાકીના 4 એજન્ટો ગુજરાતમાં રહે છે.
ક્રાઈમ બ્રાન્ચે કુલ 43 ભાડાં કરાર અને 60 ભાડાં પહોંચ કબજે કરી છે. આ સાથે વીજજોડાણ મેળવવા તેમજ ઘુસણખોર બાંગ્લાદેશીઓના નામના આધાર કાર્ડ સહિતના સરકારી ડોક્યુમેન્ટસ મળી આવતાં સરકારી કર્મચારીઓની સંડોવણીની દિશામાં તપાસ શરૂૂ કરાઈ છે. છેલ્લા 20 વર્ષથી સરકારી જમીન ઉપર દબાણો કરી મકાનો, દુકાનો અને ગોડાઉનો ભાડે આપનાર પિતા-પુત્રએ કેટલી કમાણી કરી અને તેનું રોકાણ ક્યાં કરવામાં આવ્યું તેમજ આ પૈસા ક્યાં મોકલાયા તે દિશામાં પણ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.

