967 દિવસ બાદ ODIમાં ફરી જોવા મળશે કોહલી, બુમરાહ અને રોહિત

  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી વનડે આજે બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાશે. આ મેચમાં એક એવો નજારો જોવા મળશે જે 967 દિવસથી અથવા તો છેલ્લા…

 

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી વનડે આજે બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાશે. આ મેચમાં એક એવો નજારો જોવા મળશે જે 967 દિવસથી અથવા તો છેલ્લા 32 મહિનામાં ક્રિકેટના મેદાન પર જોવા મળ્યો નથી.
967 દિવસમાં પહેલીવાર રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા માટે એકસાથે ઓડીઆઇ ક્રિકેટ રમતા જોવા મળશે.

આ જ કારણ છે કે બર્મિંગહામ ઓડીઆઇ ખાસ બની ગઈ છે. આ ત્રિપુટીએ છેલ્લે 19 નવેમ્બર, 2023ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપ ફાઈનલમાં સાથે ઓડીઆઇ રમી હતી, જ્યાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવીને ચેમ્પિયન બન્યું હતું. 967 દિવસ પછી આ ત્રિપુટી ફરી એકવાર બર્મિંગહામના એજબેસ્ટન ખાતે ઈંગ્લેન્ડ સામે રમતી જોવા મળશે. આશા છે કે, આ ત્રિપુટી ટીમ ઈન્ડિયાને વનડે શ્રેણી જીતવામાં મદદ કરશે અને ટી-20 શ્રેણીની નિરાશાને ધોઈ નાખશે. 2023 ઘઉઈં વર્લ્ડ કપ પછી આ ત્રણેયનું ઓડીઆઇમાં સાથે ન રમવાનું કારણ કાં તો ઈજા અથવા વર્કલોડ મેનેજમેન્ટ રહ્યું છે.