ગુજરાત

કોડીનારનો બિલેશ્ર્વર ખાંડ ઉદ્યોગ 10 વર્ષ બાદ ફરી ધમધમશે

Published

on


છેલ્લા 10 વર્ષ થી બંધ પડેલી કોડીનાર તાલુકા ની જીવાદોરી સમાન શ્રી બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ને પુન: શરૂૂ કરવા ખાસ સાધારણ સભા મળી હતી આ સાધારણ સભામાં ઇન્ડીયન પોટાશ લી. ન્યુદિલ્હી ને લીઝ પર આપી ખાંડ ઉદ્યોગ ને પુન: શરૂૂ કરવા સર્વાનુમતે ઠરાવ કરાયો. આ નિર્ણય થી શેરડી પકવતા ખેડૂતો માં ખુશી જોવા મળી
ગીર ના ખેડૂતોની જીવાદોરી સમાન છેલ્લા એક દાયકાથી બંધ પડેલી 12000 ખેડૂત સભાસદોની માતૃસંસ્થા એવી શ્રી બીલેશ્વર ખાંડ ઉદ્યોગ કોડીનારને ઇન્ડિયન પોટાશ લિ., ન્યુ દિલ્હી સાથે 30 વર્ષ ના ભાડા કરાર થી પુન: ચાલુ કરવા બાબતે ખાસ સાધારણ સભા આજે ખાંડ ઉધોગ ના પટ્ટાગણમાં ચેરમેન પી.એસ.ડોડીયા ની અધ્યક્ષતામાં મળી સાધારણ સભાની શરૂૂઆત સંસ્થા ના એમ.ડી રાજનભાઈ વૈશ એ સાધારણ સભા નું પ્રોશીડિંગ તેમજ ફેકટરી ને લીઝ ઉપર આપી શરૂૂ કરવા સહિત ના ફેક્ટરી ને લગતા મુદા વાંચી ને કરી જેમાં સભાસદો ના પ્રશ્નો ના જવાબો ની આપલે થી થઈ ત્યારે તમામ મુદ્દાઓ ની વિસ્તૃત વર્ણન બાદ સાધારણ સભાએ આપેલા અધિકાર મુજબ ઇન્ડિયન પોટાશ લિમિટેડને વહેલી તકે લીઝ ઉપર આપી પુન: શરૂૂ કરવા સર્વે હક્કો ચેરમેન ને આપી બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ને ફરી ધમધમતો કરવા સાધારણ સભા એ એક્કી સુરે ઠરાવ કર્યો સૌરાષ્ટ્રમાં ધમધમતા ખાંડ ઉદ્યોગો છેલ્લા એકાદ બે દાયકા માં બંધ થય ચુક્યા છે.

તો ગીર વિસ્તાર ના તાલાલા,ઉના અને કોડીનાર ખાંડ ઉદ્યોગ પણ લાંબા સમય થી બંધ થઇ મૃતપાય બનતા ગીર ના ખેડૂતો ની કમ્મર તૂટી છે. ત્યારે છેલ્લા દસ વર્ષથી બંધ પડેલી કોડીનાર ની બિલેશ્વર ખાંડ ઉદ્યોગ શરૂૂ થવા જઈ રહી છે તેને લઈ ખેડૂતો અને સભાસદોમાં ખુશી જોવા મળી રહી છે.આ પંથકમાં સૌથી વધું શેરડીનું ઉત્પાદન થાય છે એક સમય હતો કે ગીરમાં ત્રણ સ્યુગર મિલો ધમધમતી હતી બિલેશ્વર ખાંડ ઉદ્યોગ છેલ્લા દસ વર્ષથી બંધ હતો ત્યારે આ વિસ્તારમાં ખેડૂતો શેરડીનું ઉત્પાદન તો કરતા હતા પરંતુ ખેડૂતોને સ્થાનિક રાબડાઓમાં શેરડી આપવી પડતી હતી જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ ના મળતા હતા ત્યારે હવે બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ઈન્ડીયન પોટાશ લિ સહયોગથી શરૂૂ થવા જઈ રહી છે ત્યારે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

સાથો સાથ બિલેશ્વર ખાંડ ઉદ્યોગ શરૂૂ થવા જઈ રહી છે તેને લઇ માત્ર કોડીનાર તાલુકાને જ નહીં આસપાસના સુત્રાપાડા,તાલાળા અને ગીર ગઢડા તાલુકાના હજારો ખેડૂતોને હવે સીધો ફાયદો થશે ખેડૂતોને શેરડી ના પોષણક્ષમ ભાવ મળશે ગીર ના ખેડૂતો સાથે વેપારીઓ ને પણ ફાયદો થશે ખાંડ ઉધોગ બંધ થવાથી આ વિસ્તાર નું આર્થિક ચક્ર જાણે થંભી ગયું હતું જે આજે સાધારણ સભા માં ખાંડ ઉધોગ ને શરૂૂ કરવાની સર્વાનુમતે મંજૂરી મળતાની સાથે જ ગીર પંથક ના ખેડૂતો સહીત તમામ લોકો માં ખુશી ફેલાઈ છે.


આ સાધારણ સભા માં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, કોડીનાર ના ધારાસભ્ય ડો.પ્રદ્યુમન વાજા કોડીનાર તાલુકા ની સર્વે સહકારી સંસ્થા ના આગેવાનો,પદાધિકારીઓ અને તાલુકાભર ના અગ્રણીઓ ખેડૂતો અને સભાસદો બોહળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version