ગુજરાત
કોડીનાર: બંધ દુકાનમાં અજગર ઘુસ્યો
વનવિભાગે રેસ્ક્યૂ કરી અજગરને સુરક્ષિત સ્થળે છોડયો
કોડીનાર રોણાજ રોડ ઉપર આવેલ મોટર રીવાઇડિંગ ની દુકાન માં ગત રાત્રિ ના મહાકાય અજગર ઘૂસી જતાં વનવિભાગે મોડી રાત્રે જ રેસક્યું કરી અજગર ને પકડી પાડયો.કોડીનાર રોણાજ રોડ ઉપર આવેલ મોટર રીવાઇડિંગ ની દુકાન માં ગત રાત્રિ ના મહાકાય અજગર ઘૂસીતાં પસાર થતા રાહદારીઓ ને ધ્યાને આવતા દુકાન માલિક ને જાણ કરતા દુકાન માલિકે વનવિભાગ ને જાણ કરતા જામવાળા વન વિભાગ ફોરેસ્ટર એમ.આર રાઠોડ ટીનાભાઈ અને અલીભાઈ સહિત ની રેસ્કયુ ટીમ તાત્કાલિક પહોંચી હતી અને દુકાન અંદર ઘૂસેલા અજગર નું રેસ્ક્યું હાથ ધરાયું હતું .
અજગર ને દુકાન અંદર થી બહાર કાઢી પાંજરે પુરાયો હતો અજગર ની જાણ થતા શહેર નાં યુવાઓ મોટી સંખ્યમાં જોવા માટે પહોચ્યા હતા વન વિભાગ દ્વારા અજગર ને જામવાળા એનિમલ કેર સેન્ટર લય જવાયો જ્યા તેને ફરી જંગલ મા મુક્ત કરવામાં આવશે