કિકુ શારદા ઘણા સમયથી કપિલ શર્મા સાથે તેના કોમેડી શોમાં કામ કરી રહ્યો છે. ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં પણ કિકુ પોતાના અલગ અલગ અવતારથી ચાહકોના દિલ જીતી રહ્યો છે. જોકે, થોડા દિવસો પહેલા સેટ પરથી કિકુનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેની અને કૃષ્ણા અભિષેક વચ્ચે ઝઘડો જોવા મળ્યો હતો. જોકે, તે સ્પષ્ટ નહોતું કે તે ગંભીર ઝઘડો હતો કે કોઈ સિક્વન્સનો ભાગ હતો.
કિકુ હવે આગામી રિયાલિટી શો રાઇઝ એન્ડ ફોલમાં જોવા મળશે. આ શો માટે કિકુએ ધ કપિલ શર્મા શો છોડવો પડશે. INS રિપોર્ટ અનુસાર, જ્યાં સુધી કિકુ રાઇઝ એન્ડ ફોલ શો કરશે ત્યાં સુધી તે ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો માટે શૂટિંગ કરશે નહીં.
રાઇઝ એન્ડ ફોલ શો એમેઝોન MX પ્લેયર પર આવશે જે નેટફ્લિક્સનો હરીફ છે અને ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો નેટફ્લિક્સમાં આવે છે.હવે કીકુના આ શોમાં ગયા પછી તે ધ ગ્રેટ ઇન્ડિયન શોમાં પાછો જશે કે નહીં, તે પછીથી ખબર પડશે. આ સંદર્ભમાં કીકુ કે કૃષ્ણા બંનેમાંથી કોઈએ સ્પષ્ટતા કરી નથી કે વાયરલ થયેલો વીડિયો ઓરીજનલ હતો કે શૂટિંગનો ભાગ હતો.

