Site icon Gujarat Mirror

ગોંડલની અપહૃત સગીરાને મહારાષ્ટ્ર રાજ્યના યવતમાલથી મુકત કરાવાઈ

ગોંડલ સીટીમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીનું અપહરણ કરી ઉઠાવી જનાર શખ્સને ગોંડલ પોલીસે મહારાષ્ટ્રનાં યવતમાલ ખોથી પકડી લઈ સગીરાને હેમખેમ મુકત કરાવી હતી અને સગીરાનું મેડીકલ ચેકઅપ કરાવતા દુષ્કર્મ થયું હોવાનું ખુલતા આ મામલે દુષ્કર્મ અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી તજવીજ હાથ ધરાઈ છે.

ગોંડલના એક વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની પુત્રીને લલચાવી લગ્નના ઈરાદે મુળ ઓરીસ્સાનો અને હાલ મહારાષ્ટ્રમાં રહેતો રસ્મી રંજન કુપાશીંધુ બલરામ સમલ નામનો શખ્સ ભગાડી ગયો હતો આ મામલે ગોંડલ પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ ટેકનીકલ એનાલીસીસના આધારે સગીરાને મહારાષ્ટ્રનાં યવતમાલમાં હોવાની બાતમી મળતાં રાજકોટ ગ્રામ્ય એલ સીબીના પીઆઈ વી.વી.ઓડેદરા સાથે ગોડલ સીટી પોલીસના પીઆઈ એ.સી.ડામોર અને તેમની ટીમે મહારાષ્ટ્ર જઈ સગીરાને શોધી કાઢી મુકત કરાવી રસ્મી રંજનની ધરપકડ કરી હતી. ભોગ બનનાર સગીરાના અપહરણ ઉપરાંત આરોપી વિરૂધ્ધ દુષ્કર્મ અને પોકસો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

Exit mobile version