ગુજરાત

ખંભાળિયા: સીદસરા ગામના પાટિયા પાસ બાઇકે ઉલાળતા યુવાનને ગંભીર ઇજા

Published

on

ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે રહેતા વજશીભાઈ ખીમાભાઈ આંબલીયા નામના યુવાન અત્રેથી આશરે 29 કિલોમીટર દૂરથી સીદસરા ગામના પાટીયા પાસેથી જઈ રહ્યા હતા, ત્યારે પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા જી.જે. 36 એલ. 4757 નંબરના એક મોટરકારના ચાલકે તેમને અડફેટે લેતા તેમને ફ્રેકચર સહિતની ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.આ બનાવ અંગેની જાણ જગાભાઈ ખીમાભાઈ આંબલીયાએ અહીં પોલીસને કરી છે. જેથી કાર ચાલક સામે ગુનો નોંધાયો છે.


સાસરિયાઓ સામે રાવ
દ્વારકા તાબેના મોજપ ગામે રહેતી અને થાર્યાભા રાયાભા માણેકની 26 વર્ષની પરિણીત પુત્રી કાજલબેન સંજયભા કેરને તેણીના લગ્ન જીવન દરમિયાન તેણીના પતિ સંજયભા રામભા કેર, સાસુ હિરબાઈ, જેઠ જગાભા અને વીરાભા દેર અભયભા, જેઠાણી આશાબેન અને સીમાબેન તથા દેરાણી વર્ષાબેન દ્વારા શારીરિક તથા માનસિક દુ:ખ ત્રાસ આપવા બદલ દ્વારકા પોલીસ મથકમાં તમામ આઠ સાસરીયાઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.


ઓખામાં ચાર જુગારીઓ ઝડપાયા
ઓખાના મારુતિ નગર વિસ્તારમાંથી પોલીસે દેવા નાથા રોશીયા, જીવા લાખા રોશીયા,વિનોદ ઉર્ફે મુન્નો કમલશી મકવાણા અને મેઘા નાથા રોશીયાને જુગાર રમતા ઝડપી લઇ, કુલ રૂૂપિયા 11,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version