ગીર કાંઠાના ખાંભા તાલુકાના ખડાધાર ગામે એક શખ્સે કાળા સસલાનો શિકાર કરી તેનું માંસ પોતાના ફ્રીજમાં સંગ્રહ કરી રાખ્યા હોવાની બાતમીના આધારે વન વિભાગે તેના ઘરમાંથી સસલાના અવશેષો કબજે લઈ આ શખ્સ પાસેથી 30,000નો દંડ વસૂલ્યો છે. આ માટે વન વિભાગની ટીમે ખડાઘાર ગામના અરવિંદ ભગવાનભાઈ ચૌહાણના નિવાસસ્થાને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેમના ઘરમાં રાખેલા ફ્રીજમાંથી જંગલી કાળા સસલાના અવશેષો મળી આવતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન શખ્સે સસલાનો શિકાર કર્યાની કબૂલાત કરતા વન વિભાગે તેમની સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે. વન વિભાગ દ્વારા જપ્ત કરાયેલા સસલાના માંસના નમૂનાઓ વધુ તપાસ અને વૈજ્ઞાનિક ચકાસણી માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કેસમાં અરવિંદ ચૌહાણ પાસેથી રૂૂપિયા 30 હજારની એડવાન્સ રિકવરી વસૂલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
