Site icon Gujarat Mirror

કપિલ દેવ ઉજ્જૈનની ગલીઓમાં બાળકો સાથે ક્રિકેટ રમ્યા !!

જૂના મિત્ર મોહનલાલને મળવા ગયા હતા

ભારતના ક્રિકેટ-લેજન્ડ અને 1983ના વિશ્વ કપ વિજેતા-સુકાની કપિલ દેવ એક અલગ અંદાઝમાં જ જોવા મળ્યા જેમાં તેઓ મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરની એક ગલીમાં કોઈ પણ પ્રકારની સુરક્ષા કે પ્રોટોકોલ વિના બાળકો સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા.

કપિલ દેવ જૂના મિત્ર મોહનલાલ સોનીને મળવા ઉજ્જૈન પહોંચી ગયા હતા અને આ પ્રવાસ દરમ્યાન તેઓ શહેરમાં ફ્રીગંજ વિસ્તારની એક ગલીમાં બાળકો સાથે ક્રિકેટ રમવા ઊતર્યા હતા. કપિલે દેવે કેટલાક જોરદાર શોટ માર્યા હતા. એમાંના ઘણા બાળકોને ખબર પણ નહોતી કે તેઓ 1983 વર્લ્ડ કપના સુપરસ્ટાર સાથે રમી રહ્યા છે. આસપાસમાં પસાર થતા લોકો પણ કપિલ દેવને જોઈને રોમાંચિત થઈ ગયા હતા. બાળકો સાથે ગલીમાં રમવાની તેમની સાદગી લોકોને ખૂબ પસંદ પડી હતી.

Exit mobile version