Site icon Gujarat Mirror

લગ્નબ્રાહ્ય સંબંધોમાં કાંચીપુરમ બન્યું ભારતનું નંબર-1 શહેર

સેન્ટ્રલ દિલ્હી બીજા સ્થાને, ડેટિંગ એપનો 2025નો ડેટા જાહેર

લગ્નેતર સંબંધો ઇચ્છતી વ્યક્તિઓ માટેના વૈશ્વિક ડેટિંગ પ્લેટફોર્મ ઍશ્ર્લી મેડિસન દ્વારા જૂન 2025માં જાહેર કરાયેલા ડેટા અનુસાર ભારતમાં તામિલનાડુના કાંચીપુરમ શહેરે સૌથી વધુ સાઇનઅપ્સ અને અફેર્સમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. આ શહેર એની જૂની સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે, પરંતુ અહીંના લોકો દિલ્હી જેવા મોટા શહેર કરતાં આ ઍપ પર વધુ સક્રિય છે.

ગયા વર્ષે આ શહેર 17મા ક્રમે હતું, પણ હવે એ સીધું નંબર વન પર આવી ગયું છે. સેન્ટ્રલ દિલ્હી બીજા ક્રમે છે, ત્યાર બાદ ગુડગાંવ આવે છે. નોંધનીય છે કે મુંબઈ આ ટોચનાં 20 શહેરોમાં પણ નથી. દિલ્હીના છ જિલ્લાઓ – સેન્ટ્રલ દિલ્હી, સાઉથ-વેસ્ટ દિલ્હી, ઈસ્ટ દિલ્હી, સાઉથ દિલ્હી, વેસ્ટ દિલ્હી અને નોર્થ વેસ્ટ દિલ્હી સિવાય પાડોશી શહેરો ગુડગાંવ, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગર (નોએડા)નો આ લિસ્ટમાં સમાવેશ થાય છે.

આ ઍપ સાથે જોડાનારા લોકોમાં જયપુર, રાયગડ, કામરૂૂપ અને ચંડીગઢ જેવાં અન્ય શહેરોના લોકોનો સમાવેશ છે. આધુનિક જીવનશૈલી, ઇન્ટરનેટ, સોશ્યલ મીડિયા અને બદલાતાં સામાજિક પરિમાણોના કારણે લોકો રિલેશનશિપ્સમાં ઓપન બન્યા છે. આને કારણે સંબંધોનો અર્થ બદલાઈ રહ્યો છે. પહેલાંનાં સંબંધો મોટા ભાગે એકપત્નીત્વ પર આધારિત હતા, પરંતુ હવે આવું થઈ રહ્યું નથી. નાનાં શહેરોમાં પણ લોકોએ હવે તેમના સંબંધોનાં નવાં સ્વરૂૂપો અપનાવવાનું શરૂૂ કર્યું છે.

Exit mobile version