ક્રાઇમ

કલ્યાણપુર પંથકની સગીરા પર દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટ

Published

on

સખત કેદ સાથે રૂા.15 હજારનો દંડ પણ કરાયો


કલ્યાણપુર તાલુકામાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને રાવલ ગામે રહેતો વિજય રમેશભાઈ મકવાણા નામનો શખ્સ ગત તારીખ 7-10-2017 ના રોજ વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હોવાની ધોરણસર ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણમાં આરોપી દ્વારા સગીરાને જુદા જુદા સ્થળે લઈ જઈ, અને તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધવામાં આવતા પોલીસે દુષ્કર્મ તથા પોક્સો સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જેને સંદર્ભે તપાસનીસ અધિકારી દ્વારા જરૂૂરી કાર્યવાહી કરી અને દ્વારકા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું.


આ કેસમાં દ્વારકાના એડિશનલ સેશન્સ જજ શ્રી કે.જે. મોદી દ્વારા ભોગ બનનાર તથા ફરિયાદી અને મેડિકલ ઓફિસરની જુબાની સાથે સરકાર પક્ષે મદદનીશ જિલ્લા સરકારી વકીલ અમિતભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવેલી દલીલો તથા પુરાવાઓને ધ્યાને લઈને આરોપી વિજય રમેશ મકવાણાને તકસીરવાન ઠેરવ્યો હતો. આ પ્રકરણમાં નામદાર અદાલતે આરોપીને દસ વર્ષની સખત કેદ તથા રૂૂપિયા 15,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આટલું જ નહીં, કોક બનનારના સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વસન માટે વિટનેસ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version