Site icon Gujarat Mirror

કાલાવડના નગરસેવક ઉપર બનેવી દ્વારા છરીથી હુમલો

કાલાવડ માં રહેતા ભાજપના નગરસેવક સદ્દામભાઈ ગફારભાઈ બારાડી નામના 33 વર્ષના મેમણ વેપારી યુવાને પોતાના ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવા અંગે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે કાલાવડમાંજ રહેતા પોતાના બનેવી જુનેદ જીકરભાઈ રાવ સામે ફરિયાદ નોંધાવી છે. જયારે ઇજાગ્રસ્ત સદામ બારાડી ને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આરોપી જુનેદ કે જેના લગ્ન ફરિયાદી ની બહેન રેશમાંબેન સાથે થયા હતા, અને બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. જે લગ્ન થોડો સમય ચાલ્યા બાદ પતિ જુનેદે મારકુટ કરી, ત્રાસ આપવાનું શરૂૂ કરતાં રેશમાબેન પોતાના ઘેર પરત ફરી હતી, અને કાલાવડ પોલીસ મથકમાં મારકુટ અને ત્રાસ અંગેની ફરિયાદ પણ નોંધાવી હતી. જે ફરિયાદનું મન દુ:ખ રાખીને આરોપીએ પોતાના સાળા ઉપર હુમલો કરી દીધા નું પોલીસમાં જાહેર થયું છે. જે આરોપી બનાવ બાદ ભાગી છૂટ્યો હોવાથી તેને કાલાવડ પોલીસની ટિમે તેની શોધખોળ હાથ ધરી ઝડપી પાડ્યો હતો, અને તેની પાસેથી હુમલામાં વપરાયેલી છરી કબજે કરી લેવામાં આવી છે.અને ધોરણસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Exit mobile version