Site icon Gujarat Mirror

જૂનાગઢ: ‘હું તને પ્રેમ કરું છું’ ભાણી પર માસાનો દુષ્કર્મનો પ્રયાસ, આરોપીની ધરપકડ

જુનાગઢ શહેરમાં દુષ્કર્મના પ્રયાસની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક 55 વર્ષીય માસાએ 4 એપ્રિલે મોડી રાત્રે પોતાની જ સગી ભાણી પર નજર બગાડી દુષ્કર્મ કરવાનો અઘટિત પ્રયાસ કર્યો હતો. આ ઘટનાએ માનવતાને શરમાવી દીધી છે અને સમગ્ર પંથકમાં આ નરાધમ સામે ભારે ફિટકાર વરસી રહ્યો છે.ત્યારે આરોપી માસા સામે 5 એપ્રિલે પોલીસે ફરિયાદ નોંધી છે.

આરોપી જૂનાગઢ શહેરમાં રહે છે અને ટ્રક ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે.તેણે અગાઉ મહારાષ્ટ્રની એક મહિલા સાથે લગ્ન કર્યા હતા,જેનું કોરોના દરમિયાન નિધન થયું હતું.ત્યારબાદ તેણે ફરીથી મહારાષ્ટ્રની જ અન્ય એક મહિલા સાથે લગ્ન કર્યા હતા.હાલ આ શખ્સને દોઢ વર્ષનું એક નાનું બાળક પણ છે.તાજેતરમાં તેની પત્ની પોતાના બાળક સાથે પિયરમાં આંટો મારવા ગઈ હતી,ત્યારે ઘરે એકલતાનો લાભ ઉઠાવી આ શખ્સે શરમજનક કૃત્ય આચરવાનું કાવતરું ઘડ્યું હતું.

આ શખ્સે પોતાની જ ભાણીને ફોન કરી લાલચ આપી હતી કે મહારાષ્ટ્રની એક બેંકમાં દાગીના અને રોકડ જમા છે, જેમાં વારસદાર તરીકે ભાણીનું નામ છે.આ મિલકત મેળવવા માટે તેને જૂનાગઢ આવવું પડશે તેમ કહી વિશ્વાસમાં લઈ તેને જૂનાગઢ બોલાવી હતી.મોડી રાતે જ્યારે ઘરમાં બીજું કોઈ નહોતું,ત્યારે આ નરાધમ યુવતી પાસે ગયો અને અત્યંત શરમજનક રીતે ’હું તને પ્રેમ કરું છું’તેમ કહી તેની સાથે શરીર સંબંધ બાંધવા દબાણ ઊભું કર્યું હતું. આટલેથી ન અટકતા,આ શખ્સે યુવતીનો હાથ પકડી તેના પર બળજબરી કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો.પોતાના જ સગા માસાનું આવું હેવાનિયતભર્યું રૂૂપ જોઈ યુવતી ફફડી ગઈ હતી.જોકે,યુવતીએ હિંમત હાર્યા વગર માસાના ચુંગાલમાંથી પોતાનો જીવ બચાવીને ઘરની બહાર દોટ મૂકી હતી.નરાધમ માસો તેનો પીછો કરી રહ્યો હતો,પરંતુ યુવતી દોડીને મુખ્ય માર્ગ પર પહોંચી ગઈ હતી.

મધરાતે રસ્તા પર યુવતીની ચીસો અને બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા.યુવતીએ રડતા રડતા પોતાની સાથે થયેલી આપવીતી વર્ણવતા લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો.હાજર રહેલા લોકોના ટોળાએ આ નરાધમ શખ્સને મેથીપાક ચખાડી મેથીપાક આપ્યો હતો અને ત્યારબાદ પોલીસને હવાલે કર્યો હતો.

Exit mobile version