Site icon Gujarat Mirror

કેબિનેટ મંત્રી ભાનુબેને મુલાકાત નહીં આપતા ઝારખંડના મંત્રી કાળઝાળ

 

ગાંધીનગર તા. ૨૦ ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનનારી ૧૦ વર્ષની બાળકી જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. ભોગ બનનારી ઝારખંડની બાળકી અને તેના પરિવારને ત્યાંના ગ્રામિણ અને પંચાયતી રાજ મંત્રી દીપિકા પાંડે સિંહ મળવા માટે વડોદરા આવ્યાં હતાં. જયાં તેમણે ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાને આડે હાથ લેતા કહ્યું, આટલી સંવેદનશીલ ઘટના બાદ હું અહીંયા આવી ગઈ. પરંતુ ગુજરાતના મંત્રીએ મને મળવા માટે પહેલાં કા પાડી અને પછી એપોઇનમેન્ટ જ ન આપી, બીજીતરફ આ અંગે મંત્રી ભાનુબેન બાબરિયાનો પણ જાણવા તેમનો સંપર્ક કર્યો હતો પરંતુ થઇ શકયો નથી.

દીપિકા પાડે સિંહ તો ત્યાં સુધી બોલી ગયા કે ગુજરાતની સમૃદ્ધિ ઝારખંડ અને બિહારના શ્રમિકોના કારણે છે. જો એમને ગુજરાત આવતા રોકી દઈશું તો ગુજરાત ઠપ થઈ જશે.

તેમણે કહ્યું કે અમે ગુજરાતનાં મહિલા અને બાળવિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાને મળવા માગતાં હતાં, પણ તેમણે તો મળવા માટે એપોઈન્ટમેન્ટ જ ન આપી, મળવાનું ટાળ્યું હતું. ભાનુબેન મહિલા છે છતાં મળવાનું ટાળ્યું હતું. કેબિનેટ બેઠક તો સવારે હતી. અમ ગુજરાત પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે એ મળવા માંગતા નથી. નહીં મળવા માટે કારણ તો કોઈ આપ્યું નથી. આ સંવેદનશીલ ઇશ્વ છે. આટલા દૂરથી અમે ગયા હતા, ઝારખંડના ડેલિગેશનમાં IAS-IPS અને મંત્રી હતા તો ભાનુબેને મળવું તો જોઈતું જ હતું.

ગુજરાત ઠપ થઇ જશે એવી ચીમકી આપતા તેઓ કહે છે, ગુજરાતની ઈકોનોમીમાં ઝારખંડના શ્રમિકો પોતાનો ફાળો આપે છે. બિહાર અને ઝારખંડ નિર્ણષ તેથે તો ગુજરાત ક્યાંથી ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરવા માટે લોકોને લાવશે. ગુજરાત સરકારની જો માઇગ્રન્ટ્સ અંગે પોલિસી છે તો આવી ઘટના કેમ બની, માઇગ્રન્ટ્સના બાળકો શાળામાં ભણતા કેમ નથી ? કંપનીએ મદદ કેમ કરી નથી, ? માતા-પિતા કેમ શ્રમિક બનીને કામ કરે છે ? આ ઘટનાને રાજકીય નથી બનાવવી પણ પોલિસી છે તો તેનું યોગ્ય અમલીકરણ થવું જોઈએ.

તેમણે ઉમેર્યું કે, માઇગ્રન્ટ્સના જવાથી ગુજરાત, મહારાષ્ટ્ર સક્તિના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારવાળા રાજ્યોમાં કામ ઠપ થઈ ગયા હતા ત્યારે બધા લોકો હાથ જોડીને આ માઇગ્રન્ટ્સને પરત લઈ ગયા હતા. તો આ કંપનીએ ખાલી પોતાનો જ સ્વાર્થ જોવો એ યોગ્ય નથી એટલે સરકાર પણ એ સુનિશ્ચિત કરે કે કંપનીઓ માઇગ્રન્ટ્સના કલ્યાણ તરફ જુએ ગુજરાત સરકારે એવી પોલિસી બનાવી જોઈએ જેમાં બહારથી આવીને ગુજરાતમાં કામ કરનાર લોકોના કલ્યાણ માટેનો સમાવેશ હોષ. અમારી જવાબદારી એટલે બને છે કેમ કે અમારા રાજ્યના લોકો છે અને બહારના રાજ્યમાં જઈને કામ કરે છે. માઈગ્રન્ટ્સ માટે અમારી સરકાર સંવેદનશીલ છે. કોરોના સમયમાં પણ અમે દરેક રાજ્યમાં ગહેલા લોકોને પરત અમારા રાજ્યમાં લાવ્યા હતા.

ગુજરાત સરકાર પર સવાલ ઉઠાવ્યા ગુજરાત સરકારની માઈગ્રન્ટ પોલિસી પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, ઝારખંડના મુખ્યમંત્રીની સૂચના મળી હતી એટલે બાળકીને સારવાર કેવી મળી રહી છે તે જાણવા માટે અમે ગુજરાત આવ્યા હતા. પરંતુ જવાબદાર પ્રધાને જ અમને મળવાની તસદી લીધી નથી.

Exit mobile version