Site icon Gujarat Mirror

પડધરીમાં મેલડી માતાજીના મંદિરમાંથી 94 હજારના આભૂષણની ચોરી, તસ્કર સકંજામાં

પડધરી મામલતદાર કચેરીની સામે આવેલ મેલડી માતાજીના મંદીરમા ચોરીનો બનાવ બન્યો હતો. મામલતદાર કચેરીની સામે આવેલ મેલડી માતાજીના મંદીરમા એક શખ્સ અદંર ઘુસી માતાજીના રૂૂ.94 હજારના આભૂષણ ચોરી ગયો હતો જે શખ્સ સીસીટીવી ટીવીમાં કેદ થયો હતો.પોલીસે તેની ધરપકડ કરી છે.

મળતી વિગતો મુજબ આ ચોરીના બનાવ અંગે ગીતાનગર બાપા સીતારામની સામેની શેરીમા પડધરી રહેતા અને છેલ્લા વીશેક વષેથી પડધરી મામલતદાર કચેરીની સામે આવેલ મેલડી માતાજીના મંદીરમા સેવા પુજા કરતા કિશોરપરી પ્રભાતપરી ગોસ્વામીએ ફરિયાદ નોંધાવી હતી.

છકડો રીક્ષા ચલાવતા અને પડધરી મામલતદાર કચેરીની સામે આવેલ મેલડી માતાજીના મંદીરમા પૂજા કરતા કિશોરભાઈએ જણાવ્યું કે, ગઇ તા.23/01/2026 ના રોજ તે રાત્રીના સાડા આઠેક વાગ્યે મેલડી માતાજીના મંદીરે ધુપ દિવા કરીને ઘેર જતો રહેલ હતો જે બાદ બીજા દિવસે તા.24/01/2026 ના સવારે આઠેક વાગ્યે મેલડી માતાજીના મંદીરે ધુપ દિવા કરવા માટે આવેલ હતો એ વખતે મંદીર અંદર જોતા માતાજીનો ચાંદીનો મુગટ તથા માતાજીના ચાંદીના ત્ર ણ નાના-મોટા સતર કયાય જોવા નહી મળતા મંદીરમા ચોરી થયેલ હોય તેવુ જણાઈ આવતા તુરત જ આ બાબતે હેમુ ભાઈ નાથાભાઈ ગોહેલ તથા વનરાજસિંહ માલુભા જાડેજાને ફોન કરી મંદીરમા ચોરી થયેલની હકીકત જણાવતા તે બધા મંદીરે આવતા બધા મળીને મંદીરમા રહેલ સી.સી.ટી.વી કેમેરાના કુટેજ ચેક કરતા જેમા એક અજાણ્યો માણસ રાત્રી ના સમયે મંદીરની અંદર પ્રવેશ કરી ચોરી કરતો જોવામા આવેલ હતો. માતાજીનો એક ચાંદીનો મુગટ જે આશરે એક કિલો નો જેની કિ રૂૂ. 90,000 તથા માતાજીના ચાંદીના ત્રણ નાના-મોટા સતર જે ત્રણેયની અંદાજીત કિ.રૂૂ 4500 એમ કુલ કિ રૂૂ.94500ના આભૂષણ ચોરી થયા હોય મંદિરના સી.સી.ટી.વી કુટેજમા દેખાતા અજાણ્યા શખ્સ સામે પડધરી પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાયા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરી કરનાર શખ્સને સકંજામ લીધો છે. જેની વિશેષ પુછપરછ શરુ કરવામાં આવી છે.

Exit mobile version