જેમિમાહ મહિલા એશિયા કપમાં નહીં રમી શકે ?

ઇંગ્લેન્ડમાં યોજાઈ રહેલી ’ધ હન્ડ્રેડ’ લીગની મહિલા ઇવેન્ટમાં કેટલીક ભારતીય ખેલાડીઓ પણ ભાગ લઈ રહી છે. તેમાંથી એક, જેમીમાહ રોડ્રિગ્ઝે, તેની ટીમ માટે શાનદાર પ્રદર્શન…

ઇંગ્લેન્ડમાં યોજાઈ રહેલી ’ધ હન્ડ્રેડ’ લીગની મહિલા ઇવેન્ટમાં કેટલીક ભારતીય ખેલાડીઓ પણ ભાગ લઈ રહી છે. તેમાંથી એક, જેમીમાહ રોડ્રિગ્ઝે, તેની ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ટુર્નામેન્ટમાં તેની સફર હવે સમાપ્ત થઈ ગઈ છે. સાઉથમ્પ્ટન સ્થિત ફ્રેન્ચાઇઝ સધર્ન બ્રેવ્સ માટે રમતી જેમિમાહ રોડ્રિગ્ઝ ટુર્નામેન્ટના અડધા ભાગ દરમિયાન રમ્યા બાદ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. રોડ્રિગ્ઝને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી, જેના કારણે તે આગળ કોઈ મેચ રમી શકશે નહીં.

જેમિમાહ રોડ્રિગ્ઝને સધર્ન બ્રેવ દ્વારા :60,000 એટલે ₹77 લાખમાં કરારબદ્ધ કરવામાં આવી હતી. રોડ્રિગ્ઝે સધર્ન બ્રેવ માટે કુલ છ મેચ રમી હતી, જેમાં તેણે લગભગ 36 ની સરેરાશથી 143 રન બનાવ્યા હતા. જેમિમાહની ઈજા માત્ર સધર્ન બ્રેવ્સ માટે જ નહીં પરંતુ ભારતીય મહિલા ટીમ માટે પણ એક ફટકો છે, જે ઓગસ્ટના અંતમાં મહિલા એશિયા કપમાં ભાગ લેવાની છે. જેમિમાહ ફિટ થશે કે નહીં તે એક પ્રશ્ન રહે