ગુજરાત
જામસાહેબની તબિયત લથડી, આરામની સલાહ
ફોન અને મુલાકાત નહીં કરવા શુભચિંતકોને અપીલ
જામનગરના રાજવી જામ સાહેબની તબિયત અચાનક લથડી હોવાનું જાણવા મળ્યું છે. ડોક્ટરોએ તેમની તબિયત જોઈને આરામ કરવાની સખત સલાહ આપી છે. આ સંજોગોમાં, જામ સાહેબે પોતાના શુભચિંતકોને મુલાકાત અને ફોન કોલ્સથી વિનંતી કરી છે કે તેઓ થોડા સમય માટે તેમને એકલા રહેવા દે.
જામ સાહેબે પોતે જણાવ્યું હતું કે, મિત્રો, હું તમારા પ્રેમ અને આશીર્વાદથી ઘણો પ્રભાવિત છું. પરંતુ હાલમાં મારી તબિયત થોડી નબળી હોવાથી મને થોડો આરામની જરૂૂર છે. હું જલ્દીથી સ્વસ્થ થઈને ફરી તમારી સાથે હાજર થઈશ. તમારા સહકાર બદલ હું તમારો આભાર માનું છું.જામનગરના લોકો અને જામ સાહેબના અનુયાયીઓ તેમના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ જામ સાહેબને ઝડપથી સ્વસ્થ થવાના સંદેશાઓ વહેતા થયા છે.